સદનસીબે બંને હેમખેમ ઉતર્યા અને જંગલ તરફ રવાના થયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પર્વત પર અનેક કપિરાજ વસવાટ કર છે અને અનેકવાર જૂનાગઢ શહેર તરફ આવી ચડે છે ત્યારે ગઈકાલ સાંજના સમયે ગણેશ નગર વિસ્તાર પાસે આવેલ 132 કેવીના વીજપોલ પર બે કપિરાજ ચડી ગયા હતા અને કુતુહુલ સર્જાયું હતું. આ બાબતની જાણ પીજીવીએસલ ના કર્મી ને થતા કપિરાજને ઉતારવાની કોશિશ કરી હતી પરંતુ 60 ફૂટથી વધુની ઊંચાઈએ હોવાથી શક્ય ન બનતા અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર અધિકારીએ વીજ લાઈન બંધ કરવાની વાત કરતા વીજ લાઈન બંધ કરવાથી જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાય જવાથી બંધ નહિ કરતા ફાયર વિભાગ પણ ઘણી કોશિશ બાદ રવાના થયા હતા અને ત્યાર બાદ મોડી રાત સુધી બંને કપિરાજ 132 કેવી વીજ લાઈન પર હિંચકા ખાતા જોવા મળ્યા હતા ત્યારે સવાર પડતા એક કપિરાજને શોર્ટ લાગવાથી અથવા પડી જવાથી બેભાન થયેલ અને ત્યાર બાદ ભાનમાં આવતા ફરી જંગલમાં પરત ફરેલ અને અન્ય એક કપિરાજને સ્થાનિક લોકોએ ખાવાનું બતાવતા તે પણ સહી સલામત ઉતારી આવેલ જો 132 કેવી વીજ લાઈનનો કરંટ બંને કપિરાજને લાગ્યો હોત તો બંને મૃત્યુ પામ્યા હોત.