ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર બંને બનાવમાં કારણ અકબંધ
ક્ષ નવા થોરાળામાં ધો.11ની છાત્રાનો, પરસાણામાં 14 વર્ષીય સગીરાનો આપઘાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ગઇકાલે બે સગીરાએ આગામી કારણોસર આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે પોલીસે બંનેના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. શહેરના નવા થોરાળા ન્યુ સર્વોદય સોસાયટીમાં રહેતી જાનવી રમેશભાઈ વાળા ઉં.16એ ગત વહેલી સવારે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું હતું થોરાળા પોલીસની પ્રાથમિક તપાસમાં પિતા રમેશભાઈ ગોવાભાઈ વાળા સ્ક્રેપનો વેપાર કરે છે જાનવી 2 ભાઈ અને બે બહેનોમાં ત્રીજા નંબરની હતી
તે ઘર નજીક આવેલી સ્વામી નારાયણ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી ગત સવારે પરિવારના તમામ સભ્યો સૂતા હતા ત્યારે જાનવીએ આ પગલું ભરી લીધું હતું આપઘાતના કારણથી ખુદ પરિવાર અજાણ હોય થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ પરસાણાનગરમાં રહેતી ભક્તિ વિજયભાઈ ટીમાણીયા ઉં.14એ ગત સાંજે પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં 108 મારફત ખસેડાઇ હતી જેને ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.