છ મહિનાથી વોન્ટેડ હોય ક્યાં-ક્યાં આશરો લીધો તે અંગે તપાસ હાથ ધરી
જજ સમક્ષ કહ્યું : મારુ આ કેસમાં ખોટી રીતે નામ આવ્યું છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં છ મહિનાથી વોન્ટેડ રાજદીપસિંહ જાડેજાએ સોમવારે રાત્રે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સરન્ડર કરતા પોલીસે વિધિવત ધરપકડ કરી તપાસ અર્થે જેતપુર સીટી પીઆઇ એ ડી પરમારે કબ્જો લીધો હતો આજે રિમાન્ડ અર્થે રજૂ કરતા તેના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે જજ સમક્ષ રાજદીપસિંહએ એવું જણાવ્યું હતું કે આ કેસમાં મારુ નામ ખોટી રીતે આવ્યું છે 2022માં પણ હથિયાર દેખાડ્યાની મારા ઉપર ખોટી ફરિયાદ કરી હતી હાલ છ મહિનાથી વોન્ટેડ હોય ક્યાં-ક્યાં આશરો લીધો હતો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લખનીય છે કે મેં મહિનામાં રાજકોટમાં નોંધાયેલા દુષ્કર્મ કેસના આરોપીએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા આ સ્યુસાઇડ નોટ આધારે રીબડાના પિતા-પુત્ર સહિતના સામે મરવા મજબુર કરવા અંગે ગુનો નોંધાયો હતો. રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં છેલ્લા છ મહીનાથી ફરાર રાજદીપસિંહ જાડેજાએ સોમવારે ગોંડલ તાલુકા પોલીસમાં સરેન્ડર કરતા પોલીસે રાજદિપસિંહ જાડેજાની ધરપકડ કરી હતી જો કે આ કેસની તપાસ જેતપુર સીટી પીઆઇ એ ડી પરમાર ચલાવતા હોય જેથી ગોંડલ તાલુકા પોલીસે રાજદીપસિંહનો કબ્જો જેતપુર સીટી પોલીસને સોંપ્યો હતો પીઆઇ પરમાર સહિતે રાજદીપસિંહના દશ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે એડી.ચિફ.જ્યુડી.મેજિસ્ટ્રેટ રાઠોડનાં નિવાસસ્થાને રજુ કરતા તેના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે જજ સમક્ષ રાજદીપસિંહે જણાવ્યું હતું કે આ કેસમાં મારુ નામ ખોટી રીતે આવ્યું છે ફરિયાદ નોંધાયાના છ મહીના દરમ્યાન રાજદિપસિંહે ક્યા ક્યાં આશરો મેળવ્યો હતો તે સહિતનાં મુદ્દે પુછપરછ હાથ ધરી છે.



