મેંદરડા પોલીસે કોડીનારના 3 શખ્સોને ગણતરીની કલાકમાં પકડી પાડ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
મેંદરડાના સામા કાંઠા વિસ્તારમાં રહેતા અને માનવ વાળ લે વેચનો ધંધોકરતા બાલુભાઇ ઉર્ફે બાલો જીલુભાઇ વાઘેલા અને તેનો પિતરાઇ ભાઇ નરસીભાઇ વાઘેલા સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે રહેતા પિતરાઇ રાજુ વાઘેલાનો ફોન આવતા તેની પાસે માનવ વાળ લેવા જી.જે.14બીએફ 3190 નંબરના બાઇક પર મેંદરડાથી નિકળ્યાહતા.
- Advertisement -
દરમિયાન બંને ચલાલા પાસે પહોંચતા રાજુ વાઘેલા તેની બાઇક પર રૂપિયા 1.44 લાખની કિંમતના 36 કિલો વાળનો કોથળો લઇને આવતા તેની પાસેથી માનવ વાળના જથ્થા સાથે મેંદરડાઅઢી પોણા ત્રણ વાગ્યાની આસપાસ જામકા ચોકડીથી મોટી ખોડીયાર ગામની વચ્ચે પહોંચતા જી.જે.32 ટી 5450 નંબરની ઇકો કારમાં આવેલા 3 શખ્સે બાલુભાઇ તથા નરસી વાઘેલાને બાઇક સહિત આંતરી બંને ઉભારાખી છરી બતાવી વાળનો કોથળો અને બાઇકની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. આ અંગે ફરિયાદ લઇ મેંદરડા મહિલા પીએસઆઇ એસ.એન.સોનારાએ તૂર જ તપાસ હાથ ધરી હતી ગણતરીકી કલાકોમાં મેંદરડા નજીતકના અવાવરૂ વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી લઇ તમામ મુદામાલ કબ્જે કરી લીધો હતો.