રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કરુણ દુર્ઘટના બાદ ગેમઝોન-સિનેમા ઘરો સહીતના સ્થળે કડક ચેકીંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
- Advertisement -
ગીર સોમનાથ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના લીધે બનેલી અતિ કરુણ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી સાથે વગર લાઇસન્સ ચાલતા ગેમઝોન સિનેમા ઘરો સહીતના સ્થળોનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં વેરાવળ બાયપાસ રોડ પર આવેલ ફોનિક્સ સિનેમા અને સાચી સિનેમામાં ફાયર સેફટીના નિયમનું યોગ્ય રીતે પાલન થતું ન હોય જેના લીધે જિલ્લા કલેકટર દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બાયપાસ પર આવેલ “ફોનિક્સ સિનેમા” અને “સાચી સિનેમા” બંનેમાં ફાયર સેફ્ટી સરકારના નિયમોનું યોગ્ય પાલન ન કરાતૂ હોય સહિત સુરક્ષાના વિવિધ કારણોસર જિલ્લા કલેકટર પ્રદીપ સિંહ જાડેજા દ્વારા બંને સિનેમા ઓને સીલ મારી દેવામાં આવ્યું જોકે થોડા દિવસો પહેલા પણ કોડીનાર ન્યુ એરા સિનેમા સીઝ કરી હતી ત્યારે હવે વધુ બે સિનેમા ફાયર સેફટી ના અભાવને લઈને કલેક્ટર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા.