રોકડ 10,400/- રૂપિયા તથા પાંચ બાઈક સહિત 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
- Advertisement -
શ્રાવણ મહિનો નજીક આવતા જુગારીઓ પણ મકોડાની માફક ઉભરાઈ આવે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્ટેબલ ભરતભાઈ ચાવડાને મળતા પી.આઇ ઝનકાત, અશ્ર્વિનભાઈ, વિભાભાઈ સહિતનો સ્ટાફ નારીચાણા ગામની કળીયાધાર સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીમાં દરોડો કર્યો હતો.
દરોડા દરમિયાન પોલીસને જોતા જ જુગારીમા નાસભાગ મચી ગઇ હતી છતાં પોલીસ સ્ટાફ દ્વારા બે જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે નવ જેટલા શખ્સો નાશી છૂટ્યા હતા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડ 10,400/- રૂપિયા તથા પાચ બાઈક કિંમત 1.30 લાખ રૂપિયા એમ કુલ મળી 1.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નવ શખ્સો નાશી છુટેલ સહિત કુલ 11 વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.