રોકડ, બાઈક તથા મોબાઇલ સહિત રૂ.61 હજારનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ગત રાત્રી પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ભવીહશ ગામના વડી વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ નરેશભાઈ ભોજીયા, વિક્રમભાઈ રબારી, વિભાભાઈ ઘેડ સહિતનાઓ દ્વારા દરોડો કરી કલ્પેશ બાબુભાઈ નાકીયા તથા કાનાભાઈ મેટાભાઈ મકવાણાને રોકડ 11,100 રૂપિયા, બે બાઈક કિંમત 50 હજાર સહિત કુલ 61,100 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડી પ્રાથમિક પૂછપરછમાં જયદેવ ઘનશ્ર્યામભાઈ દેગામા તથા વિનોદભાઇ વાઘજીભાઈ પરમાર નાશી છૂટયા હોવાનું જણાવતા કુલ ચાર વીર8ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.