જીવદયાપ્રેમીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાં રહેતા અને મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા રણજીતપુરી પ્રતાપપુરી ગૌસ્વામી ઉ.27એ જામજોધપુરના સુદા અરજણ કોડિયાતર અને ભાણવડના હેમંત જયેશ ગોજીયા સામે પશુ પ્રત્યે ઘાતકીપણા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હું શાપર ખાતે આવેલ કૃપા ફાઉન્ડેશન સંસ્થામા જોડાયેલ છુ ગઈકાલે અમે ગાડીમાં ફરતા હતા ત્યારે બપોરે જામનગર રોડ માધાપર ચોકડી ખાતે પહોંચ્યા ત્યારે અમને બાતમી મળી કે જામનગર રોડ તરફથી એક આઈસર વાહન નં ૠઉં-37-ઝ-5298માં ગેર કાયદેસર ભેંસો ભરીને વ્યારા તરફ જવાની છે આ માહીતી આધારે અમો વોચમાં રહી 112 જનરક્ષક પોલીસની ગાડીને જાણ કરી હતી ત્યારે આઇસર ત્યાંથી પસાર થતા પોલીસ સ્ટાફના માણસો સાથે હાજર હોય આઈશર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું ડ્રાઇવરનું નામઠામ પુછતા પોતે સુદાભાઈ અરજણભાઈ કોડીયાતર અને તેની સાથે રહેલો શખ્સ હેમંતભાઇ જયેશભાઈ ગોજીયા હોવાનું જણવ્યું હતું જેથી આઇસરની આડશ દૂર કરી અંદર જોતા 8 ભેંસ તથા 3 પાડા દોરડાથી ક્રૂર રીતે બાંધેલા જોવા મળ્યા હતા પાણી તથા ઘાસચારાની પણ વ્યવસ્થા રાખેલ ન હતી જેથી આ બાબતે પુછતા વ્યારાના અરૂણભાઈ આહીરએ ભરાવેલ છે અને તેમની માલીકીની છે અને તેઓએ પોશીત્રા ગ્રામ પંચાયતનો એક દાખલો પણ આપેલ અને ભેંસો વ્યારા ખાતે લઈ જવાનું જણાવેલ તેમજ એક ભેંસની કીંમત રૂપીયા 30 હજાર લેખે કુલ 8 ભેંસોની કીંમત રૂપીયા 2.40 લાખ તથા 3 પાડાની કીંમત 9 હજારની ગણી તેમજ 4 લાખનું આઈસર મળી કુલ 6.49 લાખનું કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.