વેપારી સાથે પોલી હાઉસ બનાવવાના નામે ઠગાઈ કરનાર 19 આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર જગન્નાથ પ્લોટમાં રહેતા અને નવલનગરમાં ચંદ્રમૌલી એપાર્ટમેન્ટમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી. નામની ખેતી પ્રોડક્ટ લે-વેચની કંપની ધરાવતા પ્રશાંતભાઈ કાનાબારને હળદરના ખેતીના પ્રોજેક્ટની લાલચ આપી 194 કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં ક્રાઈમ બ્રાંચે બે આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લીધા છે.
- Advertisement -
ડીસીબી પોલીસમાં નોંધાયેલા ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પીએસઆઈ અનિરૂધ્ધસિંહ પરમાર અને તેની ટીમને મળેલી બાતમી આધારે મહારાષ્ટ્ર થાણેના કમલેશ મહાદેવરાવ ઓઝે અને મહારાષ્ટ્ર ભાંડુપના અવિનાશ બબન સાંગલેની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી આરોપીઓએ હળદરની ખેતીના પ્રોજેક્ટની લાલચ આપી યુ-ટ્યુબમાં લોભામણાં વીડિયો બતાવી હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવવા 54 એકર જમીનના કોન્ટ્રાક્ટ ફાર્મીંગ એગ્રીમેન્ટ કરી 64.80 કરોડનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં પોલી હાઉસ ઉભું નહીં કરી એગ્રીમેન્ટ મુજબ દર વર્ષે 6 વર્ષ સુધી પાકતી મુદતે 64.80 કરોડ કે જે જાન્યુઆરી-2023માં આપવાના હતા તે આપ્યા ન હતાં. એટલું જ નહીં ઉઘરાણી કરતાં આરોપીઓએ ખોટા વાયદાઓ કરી તમારા લેણા નીકળતા રૂપિયા ચૂકવી આપશું તેમ કહી 2023,24 અને 25 મળી 3 વર્ષના એગ્રીમેન્ટ મુજબ ચુકવવાની થતી 194 કરોડની રકમ નહીં આપી તેના 64.80 કરોડ ઓળવી જઇ છેતરપિંડી આચરી હતી પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.



