પેટ્રોલ પંપએ નોકરીએ જતાં સાયકલ પર સવાર વૃધ્ધનું ટ્રકની ઠોકરે મોત
ઓઇલ મિલના ગોડાઉનમાં કામ કરતાં વૃધ્ધ ઉપર રિવર્સમાં આવતો ટ્રક ફરી વાળ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
શહેરમાં એક તરફ જીવલેણ અકસ્માતોના બનાવો અટકાવવા પોલીસ મિટિંગો કરી રહી છે ટ્રાફિક પોલીસ લોકોને નિયમો અંગે સમજૂતી આપી રહી છે અને બીજી તરફ મોરબી રોડ પર બે સ્થળે બે અકસ્માતમાં બે મોભીનાં મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
શહેરના મોરબી રોડ પર ઉત્સવ સોસાયટીમાં રહેતા અને મોરબી રોડ પર પેટ્રોલ પંપમાં હવા પૂરવાની નોકરી કરતા કેશુભાઇ ખોડાભાઇ ભેસાણિયા ઉ.63 ગત બપોરે સાઇકલ લઇને જતા હતા ત્યારે મોરબી રોડ પર ઓવરબ્રિજ પાસે બેકાબૂ ટ્રકચાલકે ઠોકરે લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં બી-ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ કરતા વૃધ્ધ ઘરેથી સાઇકલ લઇને નોકરીએ જતા હતા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે મૃતક વૃદ્ધના પુત્ર અશોકભાઇ કેશુભાઇ ભેસાણિયાની ફરિયાદ પરથી ટ્રકચાલક સામે ગુનો કાર્યવાહી કરી હતી જ્યારે બીજા બનાવમાં મોરબી રોડ પર રાજેશ ઓઇલ મિલમાં કામ કરતા અને મિલના ક્વાર્ટરમાં રહેતા મૂળ તામિલનાડુના મોરગન પરમાનંદભાઇ ઉ.63 ગોડાઉન બહાર કામ કરતા હતા ત્યારે ગોડાઉનમાં માલ ઉતારવા આવેલી ટ્રક રિવર્સ લેતી વેળાએ વ્હિલ ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજતા બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.આઇ. શેખ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધ ઘણા સમયથી રાજકોટ સ્થાયી થયા છે સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે ગોડાઉનમાં મગફળીની ફોતરી ભરી આવેલી ટ્રક રિવર્સમાં લેતા હતા ત્યારે પાછળ કામ કરતા વૃદ્ધ પર વ્હિલ ફરી વળ્યા હોવાનું બહાર આવતા પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.