કામ ન મળવાથી હતા ડિપ્રેશનમાં: અભિનેતાના આપઘાતથી ટીવી જગતમાં શોક
ટીવી એકટર નીતિનકુમાર સત્યપાલને તેમના ફલેટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેમના આપઘાત પાછળ એવું કારણ બહાર આવ્યુંં છે કે તેઓ છેલ્લા કેટલાય સમયથી ડિપ્રેશનથી પીડાતા હતા. કામ ન મળવાથી તેઓ ડિપ્રેશનમાં હતા.
- Advertisement -
આ મામલે નીતિનકુમાર સત્યપાલની પત્નીએ જણાવ્યું હતું કે તે દીકરીને લઈને પાર્કમાં ફરવા ગઈ હતી જયારે ઘરે પરત ફરી તો જોયું કે ગેટ બંધ હતો દરવાજો વારંવાર ખખડાવવા છતા જવાબ ન મળતા પત્નીએ શેર મચાવ્યો હતો.
જેમ તેમ કરી પત્ની ફલેટમાં પ્રવેશીને જોયું તો તેના હોશકોશ ઉડી ગયા હતા. પતિ ગળાફાંસો ખાધેલી હાલતમાં પંખા પર લટકતા હતા. ટીવી કલાકારના અપમૃત્યુથી ટીવી જગતમાં શોક વ્યાખ્યો છે.
- Advertisement -