દક્ષિણી રાજ્ય અલાબામામાં ટસ્કેગી યુનિવર્સિટીના કેમ્પસમાં રવિવારે સવારે થયેલા ગોળીબારમાં એકનું મોત, અનેક વિદ્યાર્થીઓ ઘાયલ
એક અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે, અલબામાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના બાદ એક વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. રિલીઝમાં વધુમાં જણાવાયું છે કે, ગોળીબારમાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા જેમાં ટસ્કેગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમની સારવાર ઓપેલિકાના પૂર્વ અલાબામા મેડિકલ સેન્ટર અને મોન્ટગોમેરીની બેપ્ટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં થઈ રહી છે.
- Advertisement -
મેકોન કાઉન્ટીના કોરોનર હેલ બેંટલીએ જણાવ્યું હતું કે, ઘણા લોકો ઘાયલ થયા છે, પરંતુ ચોક્કસ સંખ્યા આપી નથી. ટસ્કેગી શહેરના પોલીસ વડા માર્ડિસે જણાવ્યું કે, ઘાયલોમાં એક વિદ્યાર્થીને પેટમાં ગોળી વાગી હતી.