રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા રાજકોટ સ્થિત મોઢ વણિક જ્ઞાતિમા જે પરિવારે કોરોનામા તેમના આધારસ્તંભ(કમાનાર સભ્ય) ગુમાવ્યા હોય, તેવા પરિવાર ને રૂ.૩૧૦૦૦/- (એકત્રીસ હજાર)ની આર્થિક સહાયતાના ચેકનુ વિતરણ કરવામાં આવેલ, આ હતભાગી પરિવારજન ને તાજેતરમા આર્થિક સહાયતાના ચેક વિતરણમા દરેક પરિવારની ગરિમા જળવાઈ રહે અને સહાયનો ચેક સ્વીકારતા સંકોચન થાય તેની પૂરી તકેદારી ટ્રસ્ટ દ્રારા રાખવામાં આવેલ હતી તેમ રાજકોટ મોઢ વણિક મહાજનના પ્રમુખ ભાગ્યેશ વોરા તથા મેને. ટ્રસ્ટી કિરેન છાપિયાએ જણાવેલ.
રાજકોટ મોઢ વણિક મહાજન ની ઉપરોક્ત”સાથી હાથ બઢાનાઃ” યોજના ને સફળ બનાવવા મહાજન પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને. ટ્રસ્ટી કીરેન છાપીયા,સુનીલ વોરા, અશ્વિન વડોદરીયા, કેતન પારેખ, નિતિન વોરા, જગદીશ વડોદરીયા, સંજય મણિયાર, ઈલેશ પારેખ, ધર્મેશ વોરા એ જહેમત ઉઠાવેલ હતી.