સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ISS પર 9 મહિનાથી વધુ સમય વિતાવવા બદલ NASA દ્વારા ઓવરટાઇમ તરીકે માત્ર $5 પ્રતિ દિવસ ચૂકવવામાં આવી રહ્યા હતા. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે હવે એવી જાહેરાત કરી છે જેનાથી બંને અવકાશયાત્રીઓ ખુશ થઈ જશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઈને મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તેઓ અવકાશમાં વધારાનો સમય વિતાવવાના બદલામાં નાસાના બે અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને તેમના પોતાના ખિસ્સામાંથી ઓવરટાઇમ ચૂકવશે. ટ્રમ્પે કહ્યું, “જો જરૂર પડી તો હું બંનેને પોતાના જ પૈસાથી ચુકવણી કરીશ. હું એલન મસ્કનો આભાર માનવા માંગુ છું કારણ કે વિચારો કે જો તેઓ ન હોત તો શું થયું હોત.” ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના મંગળવારે ફ્લોરિડાના દરિયાકાંઠે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સુલમાં સવાર થઈને લેન્ડ થયાના ગણતરીના દિવસો પછી આવી છે.
- Advertisement -
નાસાના અવકાશયાત્રીઓ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને અન્ય સરકારી કર્મચારીઓની જેમ જ પ્રમાણભૂત પગાર મળે છે. તેઓ અઠવાડિયામાં 40 કલાક કામ કરે છે અને ઓવરટાઇમ, વિકેન્ડ કે રજાઓ માટે વધારાનો પગાર મળતો નથી. નાસા અનુસાર, અવકાશયાત્રીઓએ ગયા વર્ષે $152,000 એટલે કે 1.32 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી.
અંતરિક્ષમાં પણ અવકાશયાત્રીઓને તેમનો નિયમિત પગાર મળે છે, કારણ કે તેમણે સરકારી કર્મચારીઓ તરીકે સત્તાવાર યાત્રા પર માનવામાં આવે છે. આનો અર્થ એ થયો કે નાસા તેમના પરિવહન, રહેવા અને ભોજનનો ખર્ચ ઉઠાવે છે. વધુમાં, તેમને “આકસ્મિક ખર્ચ” તરીકે ઓળખાતા નાના-મોટા રોજિંદા ખર્ચ માટે વધારાની રકમ મળે છે. હાલમાં, આ રકમ પ્રતિ દિવસ $5 એટલે કે 430 રૂપિયા છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અવકાશમાં 286 દિવસ વિતાવ્યા. એવામાં બંનેને $1,430 એટલે કે લગભગ 1.23 લાખ રૂપિયા મળ્યા.