ફોરમેને 1968ના ઓલિમ્પિકમાં 19 વર્ષની વયે હેવીવેટ ગોલ્ડ મેડલ જીત્યો હતો
બોક્સિંગ જગતના ઈતિહાસમાં છાપ છોડી જનારા અમેરિકન બોક્સર મહાનાયક જ્યોર્જ ફોરમેનનું 21 માર્ચ 2025ના રોજ 76 વર્ષની વયે નિધન થઈ ગયું. તેમનું નિધન સમગ્ર રમત જગત માટે એક મોટો આંચકો મનાય છે કેમ કે ફોરમેને 1968ના ઓલિમ્પિકમાં 19 વર્ષની વયે હેવીવેટ ગોલ્ડ મેડલ જીતવાથી લઈને વર્લ્ડ ચેમ્પિયનશિપના પ્રતિષ્ઠિત મુકાબલા ચર્ચામાં રહ્યા હતા. ફોરેમનનું જીવન એક પ્રેરણા હતું.
- Advertisement -
મોહમ્મદ અલી સામે પહેલી હાર…
પ્રોફેશનલ બોક્સર બન્યા બાદ ફોરમેને જમૈકાના કિંગ્સ્ટનમાં વર્તમાન ચેમ્પિયન જો ફ્રેઝિયરનો સામનો કરતા પહેલા સતત 37 મેચ જીતી હતી. ફોરમેનને 1974માં મોહમ્મદ અલી સામે ‘રંબલ ઇન ધ જંગલ’ માટે ઓળખવામાં આવે છે. આ મેચ હારતા તેમણે પોતાનો પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ ખિતાબ ગુમાવ્યો હતો. ત્યારબાદ ફોરમેને જાયરમાં મોહમ્મદ અલી સામે એક ઐતિહાસિક મુકાબલો કર્યો હતો જે બોક્સિંગના ઈતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત મેચમાંથી એક ગણાય છે.
View this post on Instagram- Advertisement -