કેનેડા જવાબ આપશે તો તેટલા જ વધુ ટેરિફ લાદવા ધમકી
દુનિયાભરમાં ટેરીફનો ડંડો લઈને સૌને ડરાવી રહેલા અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે તેના જ પાડોશી દેશ કેનેડા ઉપર 35 ટકાના નવા ટેરીફની જાહેરાત કરી છે અને તે ઓગસ્ટ માસથી લાગુ થઈ જશે.
- Advertisement -
હાલમાં જ જી-7 દેશોની મુલાકાત માટે કેનેડા ગયેલા અને આ બેઠક અધૂરી મુકીને અમેરીકા પરત આવનાર ટ્રમ્પએ ગઈકાલે બ્રાઝીલ ઉપર 50 ટકા ટેરીફ લાગવાની જાહેરાત કર્યા બાદ હવે કેનેડાથી આયાત થતા ઉત્પાદનો ઉપર 35 ટકા ટેરીફની જાહેરાત કરી છે. કેનેડાએ લાંબા સમયથી ટ્રમ્પના ટાર્ગેટ ઉપર છે અને તે આ દેશને અમેરીકાનું 51મું રાજય પણ બનાવવા માંગે છે પરંતુ કેનેડાએ અમેરીકા સામે ઝુકવાનો ઈન્કાર કર્યો છે જો કે અમેરીકા અને કેનેડા વચ્ચે જંગી વ્યાપાર ખાધ કેનેડાની તરફેણમાં છે.
ટ્રમ્પ માટે તે સતત પ્રશ્નો ઉભા કરી રહ્યું છે તે સમયે ટ્રમ્પે કહ્યું કે, અમેરીકી ડેરી ઉત્પાદનો પર કેનેડા 400 ટકા ટેરીફ લગાવે છે પરંતુ અમે હજુ 35 ટકા જ લગાવ્યા છે. ટ્રમ્પે એ પણ ધમકી આપી કે જો કેનેડા જવાબમાં વળતા વધુ ટેરીફ લગાવશે. તો તેટલા જ ટેરીફ અને તેમાં 35 ટકા ઉમેરીને અમે તેનાથી પણ વધુ ટેરીફ વસુલશું એટલુ જ નહીં કોઈ ત્રીજા દેશમાંથી થતી કેનેડીયન આયાતમાં પણ આ ટેરીફ વસુલાશે. સાથોસાથ ટ્રમ્પે કેનેડીયન કંપનીઓને અમેરીકામાં તેમના યુનીટ લગાવવા ઓફર કરી છે.