- ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા બાઈડનને ટાર્ગેટ કરી કર્યા આકાર પ્રહારો
પૂર્વ વાઈસ પ્રેસિડન્ટ માઈક પેન્સ 2024ની ચૂંટણીમાં ટ્રમ્પને સપોર્ટ નહીં
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચે પ્રેસિડન્ટના પદ માટે ચૂંટણી થવાની છે ત્યારે ટ્રમ્પે પોતાના સ્વભાવ મુજબ ધમકીની ભાષા શરૂ કરી દીધી છે. ટ્રમ્પે એક રેલીમાં ખુલ્લેઆમ ચેતવણી આપી હતી કે તેમને પ્રેસિડન્ટ તરીકે ઈલેક્ટ કરવામાં નહીં આવે તો અમેરિકામાં ભયંકર સ્થિતિ સર્જાશે.
- Advertisement -
આમ કહેવા પાછળ ટ્રમ્પનો ઈરાદો શું હતો તે નક્કી નથી. પરંતુ તેમણે ’બ્લડબાથ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. તેઓ કદાચ અમેરિકામાં ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી વિશે વાત કરી રહ્યા હતા. એટલે કે તેઓ પ્રેસિડન્ટ નહીં બને તે ઓટો ઈન્ડસ્ટ્રી તૂટી જશે તેમ કહેવા માંગતા હોય તે શક્ય છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ટ્રમ્પે એક સભાને સંબોધી હતી. તેમાં તેમણે કહ્યું કે નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં જો હું હારી જઈશ તો દેશમાં ખુનખરાબી થશે. તેમણે જ્યારે આ વાત કહી ત્યારે તેઓ અમેરિકાના વાહન ઉદ્યોગ વિશે વાત કરતા હતા. હાલમાં ચીનની ઓટોમોબાઈલ કંપનીઓ અમેરિકામાં મોટા પ્રમાણમાં વાહનોનું વેચાણ કરે છે અને અમેરિકન ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે.
ટ્રમ્પ એવું કહેવા માગે છે કે તેઓ પ્રેસિડન્ટ બનશે તો ચીનના વાહનો અમેરિકામાં નહીં આવી શકે. તેઓ અમેરિકન ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને ચીનના આક્રમણથી બચાવવાની વાત કરે છે.
- Advertisement -
ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક રીતે વાત કરવાની ટેવ ધરાવે છે, અને તેઓ કોઈને છોડતા નથી. તેમણે હાલના પ્રેસિડન્ટ અને પોતાના હરીફ જો બાઈડનને ટાર્ગેટ કરે છે અને તેઓ પ્રેસિડન્ટ બનવા માટે અનફિટ હોવાનું કહે છે. 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકન સંસદ કેપિટસ હિલ પર ટ્રમ્પના ટેકેદારોએ હુમલો કર્યો હતો. તે સમયથી કેટલાક લોકો જેલમાં બંધ છે.
ટ્રમ્પે આ બધાને છોડાવવાની વાત કહી છે. કેપિટલ હિલની ઘટનાનો ફાયદો જો બાઈડન પણ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીના જે પરિણામો આવશે તે લોકતંત્ર માટે બહુ મહત્ત્વના હશે. રિપબ્લિકન પાર્ટી અને ટ્રમ્પ માટે આ મુદ્દો બહુ જોખમી બની ગયો છે.
આ દરમિયાન અમેરિકાના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટ માઈક પેન્સે કહ્યું છે કે તેઓ 2024ની ચૂંટણીમાં ટ્રમ્પને સપોર્ટ નહીં કરે. ટ્રમ્પ એવા એજન્ડાને આગળ વધારે છે જેને અમારું સમર્થન નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ 6 જાન્યુઆરી, 2021 ના રોજ કેપિટોલ હિલ પર થયેલી હિંસાના કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. આ કેસ હજુ પૂરો થયો નથી અને કેટલાક લોકો જેલમાં છે. ટ્રમ્પ પણ થોડા કલાકો માટે જેલના સળિયા પાછળ ગયા હતા અને હાલમાં જામીન પર છે. આવી સ્થિતિમાં તેમના પર સવાલો ઉઠી રહ્યા છે કે શું તેઓ પહેલેથી જ એવી ધમકી આપી રહ્યા છે કે જો તેઓ છેલ્લી ચૂંટણીની જેમ હારી જશે તો ચોક્કસ હોબાળો થશે.