ખાસ-ખબર સંવાદદાતા
માળીયાની અણિયારી ચોકડી પાસે ભુજ આર્મીના જવાનોની સાથે કેન્ટીનનો સમાન ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ ઘટનામાં બે આર્મીના જવાનોને ઇજા થઇ હતી. કેન્ટીનનો સમાન લઈને પરત ભુજ તરફ જતી વખતે જવાનોને અકસ્માત નડ્યો હતો. આર્મીના જવાનો આર્મીનો ટ્રક લઈને કેન્ટીનનો સામાન લેવા ધ્રાગંધ્રા તરફ ગયા હતા અને ત્યાંથી આર્મીના જવાનોની એક ટુકડી કેન્ટીનનો સામાન લઈને પરત ટ્રકમાં ભુજ તરફ જઈ રહ્યા હતા ત્યારે માળિયાના અણિયારી ટોલનાકા પાસે પહોંચતા આર્મીના જવાનો સાથેના ટ્રકના ડ્રાઈવરે અચાનક કોઈ કારણોસર ટ્રક પરથી કાબુ ગુમાવતા આ ટ્રક પલ્ટી મારી ગયો હતો અને બે જવાનોને સામાન્ય ઇજા થઇ હતી. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ ભુજ આર્મી કેમ્પમાં આ બનાવની જાણ થતાં આર્મીની ક્રેઇન સાથે ઘટનાસ્થળે આર્મીનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ટ્રકને બહાર કાઢી સલામત રીતે ફરી રવાના કરવાની તજવીજ હાથ ધરી છે.
માળીયા નજીક આર્મીનો સામાન ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો, બે જવાનોને સામાન્ય ઈજા
