મેટોડા પોલીસે રોકડ, દાગીના, બાઈક સહીત 2.61 લાખનો મુદામાલ કબજે કર્યો
બંધ મકાનને ટાર્ગેટ બનાવી, ચોરીને અંજામ આપી વાહન ચોરી નાસી જતા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
મેટોડા જીઆઈડીસીમાં જીજ્ઞેશ પાર્કમાંથી રોકડ, દાગીના અને બે બાઈકની ચોરી કરનાર મધ્યપ્રદેશની ગેંગને સ્થાનીક પોલીસે દબોચી લઈ 2.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી નાસી છૂટતાં અને ભાગવા માટે વાહનો પણ ઉઠાવી જતાં હતાં. ચોરીમાં સંડોવાયેલ એક સાગરિતની પોલીસે શોધખોળ યથાવત રાખી છે.
ગઇ તા.09/07/2025ના રાત્રીના મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.1 ની સામે આવેલ જીજ્ઞેશ પાર્કમાં રહેતાં ફરીયાદી દિનેશભાઇ પ્રેમજીભાઇ વાણીયાના મકાનમાં કેટલાક અજાણ્યા તસ્કરોએ ત્રાટકી રોકડ રૂ.1 લાખની રોકડ તથા સોનાનો ચેઇન રૂ.1.06 લાખ, સોનાની બુટી, સોનાની વિંટી, ચાંદીનો જુડો, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન મળી કુલ રૂ.2.80 લાખની ચોરી કરી ભાગતી વખતે બાજુની સોસાયટીમાંથી બે બાઈકની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ મથકમાં નોંધાઈ હતી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મિલ્કત સબંધી ગુન્હાના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવાની આપેલ સુચનાથી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ મથકના પીઆઈ એસ.એચ.શર્મા ની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સોર્સીસ આધારે એમપીના ત્રણ તસ્કરોને પકડી પાડી ચોરીમાં ગયેલ રોકડ 1 લાખ તેમજ સોના-ચાંદીના દાગીના અને એક બાઈક મળી કુલ રૂ.2.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે જીતેન સોમસિંગ ચૌહાણ, (ઉવ.20, રહે.ફુલડા ગામ, કુકાવાવ, મુળ રહે- અલીરાજપુર,મધ્યપ્રદેશ), જોહરુ ધનસિંગ બામણીયા (ઉ.વ.21 રહે. સુરજી નેસડાગામ, મનાભાઇ પટેલની વાડીએ ટંકારા, મુળ રહે- અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને મહેન્દ્રસિંહ ભોવાનસિંહ મહેડા (ઉ.વ.20 રહે-છટવાની ગામ, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી છે આરોપીઓ બંધ મકાનના તાળા તથા નકુચા તોડી ઘરફોડ ચોરી એમઓ ધરાવે છે જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલ દિનેશ મસાનીયા (રહે. અલીરાજપુર,મધ્યપ્રદેશ) પોલીસ પકડથી દૂર હોય તેની શોધખોળ હાથ ધરી છે પકડાયેલ ત્રણેય આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશના અલગ અલગ પોલીસ મથકમાં ચોરીના અનેક ગુના નોંધાયેલ છે પોલીસે રોકડ-દાગીના, બાઈક સહીત 2.61 લાખનો મુદામાલ કબજે કર્યો છે.