ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં દોડતી સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 10 કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ.3.71 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.01-08થી તા.07-08 સુધીમાં 15,200 કિ.મી. ચાલેલી સિટી બસમાં 1.80 લાખ મુસાફરો ફર્યા હતા.
આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 10,600 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 3.71 લાખનો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુ.5,700ની પેનલ્ટી કરાઈ છે. સિટી બસમાં ટીકીટ વગર પકડાયેલા 21 મુસાફર પાસેથી રૂ.2,310નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.