ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
પોરબંદર-છાયા નગરપાલિકાએ આજે મહાનગર પાલિકાના દરજ્જાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે. જનરલ બોર્ડની બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામોને મંજુરી આપવામાં આવી છે, જેમાં ચાર ગામોના મહાનગર પાલિકામાં શામેલ કરવાનું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.પોરબંદર-છાયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીની અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં 90 જેટલા મુદ્દાઓને ચર્ચાવીને મંજૂરી અપાઈ હતી.
આ મહત્વપૂર્ણ મુદાઓમાં નટરવસિંહજી આર્ટ ગેલેરીના રીનોવેશન, દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ, અને શહેરના રસ્તા અને પાણી પુરવઠાના કામોનો સમાવેશ થાય છે.બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોરબંદરના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપતા, શહેરના અવકાશોને નવી દિશામાં આગળ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મહાનગર પાલિકામાં રૂપાંતર પહેલા પોરબંદર-છાયા નગરપાલિકાએ વિવિધ સરકારી ગ્રાન્ટોના લાભથી વિકાસકામોને ત્વરિત મંજુરી આપીને
શહેરના નાગરિકોને વધુ સુવિધાઓ પુરાવવાની દિશામાં પ્રયત્નશીલ છે.



