ડીવાયએસપીમાં રાજકોટ ગ્રામ્યના પી.એસ. ગોસ્વામીને મોરબી, જામનગરના જે.એસ. ચાવડાને અમદાવાદ જેલ, દેવભૂમિ દ્વારકાના એસ.એચ. સારડાને રાજકોટ જેલ ખાતે જવાબદારી સોંપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજયમાં 76 ડીવાયએસપી- એસીપીની બદલી થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 19 અધિકારીઓનો સમાવેશ થાય છે. ડીવાયએસપી બદલીઓમાં જુનાગઢના એચ.એસ. રત્નુને રાજકોટ ગ્રામ્ય મુખ્ય મથક, રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી. જાડેજાને અમદાવાદ શહેર, બનાસકાંઠાના વી.કે. પંડયાને રાજકોટ એસીબીમાં મદદનીશ નિયામક, રાજકોટના એસીપી જે.એસ. ગેડમને અમદાવાદ કોમ્યુનલ સેલ, સુરત એસીબીના બી.જે. ચૌધરીને રાજકોટ સાઉથ ઝોન, અમરેલીના આર.ડી. ઓઝાને અમદાવાદ એચ ડીવીઝન, અમદાવાદ જેલના વરૂણ વસાવાને જામનગર, અમદાવાદ એસીબીના ડી.પી. વાઘેલાને જામનગર ગ્રામ્ય, વડોદરા જેલના બી.આર. પટેલને રાજકોટ શહેર ટ્રાફીક એસીપી, રાજકોટના જી.એસ. બારીયાને વડોદરા, મોરબીના એમ. આઈ. પઠાણને રાજકોટ મુખ્ય મથક, રાજકોટ ગ્રામ્યના પી.એસ. ગોસ્વામીને મોરબી, અમદાવાદના હિતેષ ધાંધલ્યાને જુનાગઢ, દેવભૂમિ દ્વારકાના હિરેન્દ્ર ચૌધરીને અમદાવાદ શહેર એસીપી, મહિસાગરના હાર્દિક પ્રજાપતિને દેવભૂમિ દ્વારકા, પોરબંદરના સી.સી. ખટાણાને લીમખેડા (દાહોદ), રાજકોટના પી.કે. દીયોરાને પેટલાદ (આણંદ), સુરત ગ્રામ્યના બી.વી. પંડયાને રાજકોટ પશ્ચીમ ઝોન એસીપી, વડોદરાના વી.જી. પટેલને રાજકોટ, ગીર સોમનાથના જી.બી. બાંભણીયાને વડોદરા શહેર, વલસાડના એમ.આર. શર્માને રાજકોટ શહેર ઉત્તર ઝોન એસીપી, ભાવનગરના એ.એમ. સૈયદને વડોદરા, બોટાદના એમ.ડી. ઉપાધ્યાયને સુરત, આણંદના ડી.આર. ભાટીયાને કચ્છ (પૂર્વ) ગાંધીધામ, નિમણુંકની પ્રતિક્ષામાં રહેલ વી.બી. જાડેજાને સુરેન્દ્રનગર, જુનાગઢના આર.વી. ડામોરને ભાવનગર, છોટા ઉદેપુરના એ.એસ. પટણીને જુનાગઢ, ગીર સોમનાથના એમ.એમ. પરમારને દેવભૂમિ દ્વારકા, ગાંધીનગરના એચ.એસ. ચૌધરીને ગીર સોમનાથ, ગાંધીનગરના એ.એ. સૈયદને બોટાદ મુકાયા છે.