PGVCLના MD તરીકે એમ.જે.દવે અને મનપાના ડે.કમિશનર તરીકે અનિલ ધામેલિયાની નિમણૂક
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં મોટાપાયે ઈંઅજ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના અઈજ બનાવવા આવ્યા છે. તો એકે રાકેશ, કમલ દયાની,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીણા, મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
- Advertisement -
જેને પગલે રાજકોટ મનપા કમિશનર, મનપા ડેપ્યુટી કમિશનર, PGVCLના MD અને જિલ્લા કલેકટરની બદલી થઇ છે. જેમાં અમિત અરોરાની કચ્છ-ભુજ કલેકટર, અરુણ મહેશ બાબુની PGVCLના MD અને Vના MD વરુણકુમાર બરણવાલની બનાસકાંઠા પાલનપુરના કલેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
જયારે આનંદ બાબુલાલ પટેલની રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર, પ્રભવ જોશીની રાજકોટના નવા જિલ્લા કલેકટર, અનિલ ધામેલીયાની રાજકોટ મનપાના નવા ડેપ્યુટી કમિશનર અને એમ.જે.દવેની ઙૠટઈકના ખઉ તરીકે નિમણુંક કરવામાં આવી છે.