ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.02
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણી માટે તાલીમ આપીને ચૂંટણી ફરજ માટે સ્ટાફને સજ્જ કરવામાં આવી રહ્યો છે. વંથલીમાં 670 ફિમેલ પોલિંગ ઓફિસર ઉપરાંત 113 મેલ પોલિંગ ઓફિસરને ત્રણ સત્રમાં ઈવીએમ હેન્ડ્સ ઓન એટલે કે ઈવીએમની પ્રત્યેક્ષ તાલીમ આપવમાં આવી હતી. વંથલીના દેવપ્રસાદ શૈક્ષણિક સંકુલ સ્વામિનારાયણ ગુરુકુળના કેમ્પસમાં આયોજિત આ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા મતદાન મથક પર ફરજ બજાવવા માટેની તાલીમ સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ચૂંટણીલક્ષી સાધનો-સાહિત્ય મેળવવા અને જમા કરાવવા એટલે કે રીસીવિંગ અને ડિસ્પેસિંગ વિશે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.