હૃતિક રોશન, Jr NTR અને કિઆરા અડવાણીની ફિલ્મ વોર 2 નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. અને ટ્રેલરમાં બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટકરાવ જોવા મળી રહ્યો છે.
ટ્રેલરમાં આખી ટીમની ઝલક
વોર 2 ના ટ્રેલરમાં હૃતિક રોશન અને Jr NTR સાથે આખી ટીમની ઝલક જોવા મળી છે. આ ફિલ્મની લીડ એક્ટ્રેસ કિઆરા અડવાણી છે. ટ્રેલર આવ્યા પછી ફેંસમાં ફિલ્મને લઈને વધુ ઉત્સાહ આવી ગયો છે.
- Advertisement -
Jr NTRનું બોલીવુડ ડેબ્યુ
વોર 2 માં જુનિયર NTR નેગેટીવ રોલમાં જોવા મળશે. આ ફિલ્મથી જુનિયર NTR બોલીવુડમાં ડેબ્યુ કરશે. ટ્રેલરમાં તેમનો અંદાજ અને કેરેક્ટર દમદાર લાગી રહ્યું છે. આ જોઇને એમ લાગી રહ્યું છે કે જુનિયર NTR માટે આ ફિલ્મ બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે.
14 ઓગસ્ટના ફિલ્મ થશે રિલીઝ
- Advertisement -
વોર 2 યશરાજ ફિલ્મના સ્પાય યુનિવર્સનો ભાગ છે. વોર 2 વર્ષ 2019 માં આવેલી વોર ફિલ્મની સિકવલ છે. પહેલી વોરમાં હૃતિક રોશન સાથે ટાયગર શ્રોફ એક્શન કરતો દેખાયો હતો અને સાથે લીડ રોલમાં વાણી કપૂર નજર આવી હતી. આ ફિલ્મ અયાન મુખર્જીએ ડીરેક્ટ કરી છે અને 14 ઓગસ્ટના રોજ આ ફિલ્મ થિયેટરમાં રીલીઝ થશે.
વોર 2 ટ્રેલર રીવ્યુ
આ ફિલ્મનું ટ્રેલર જોઇને ફેંસમાં ઉત્સાહ વધી ગયો છે. રોશન અને NTR વચ્ચે આ ટક્કર જોરદાર જામશે. જેમ જેમ રીલીઝની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે મેકર્સ રોજ નવી નવી અપડેટ આપી રહ્યા છે. આજે 25 જુલાઈએ રીલીઝ થયેલા ટ્રેલર પહેલા ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું. NTR વિલનના રોલમાં અલગ જ છાપ છોડે છે, તો કબીર પણ એક્શન મોડમાં પાછો આવી ગયો છે. આ ફિલ્મમાં Jr NTR ને એવો સોલ્જર બતાવ્યો છે જે પહેલા દેશ માટે કામ કરતો પણ હવે દેશ દ્રોહી બની ગયો છે. ટ્રેલર હાલ ટ્રેન્ડીંગમાં છે અને દર્શકોને ઘણી મજા આવી રહી છે.