હનુમાનમઢી, રૈયા સર્કલ, ઈન્દિરા સર્કલનાં ટ્રાફિક સિગ્નલ બંધ નહીં થાય ત્યાં સુધી ન્યૂ રાજકોટની ટ્રાફિક સમસ્યા હલ નહીં થાય
રાજકોટમાં વિરોધ પક્ષ પણ નિંદ્રાધીન: લોકોની વાસ્તવિક સમસ્યા અંગે અવાજ ઉઠાવનારું કોઈ જ નથી
- Advertisement -
શાસક પક્ષનાં નેતાઓ પણ ફૂટેલાં: રોજ લાખ્ખો લોકો પીડાય છે પરંતુ એકપણ નેતા એક શબ્દ પણ બોલતો નથી
બધાં જ ટ્રાફિક સિગ્નલ જ્યારે બંધ હોય છે ત્યારે ટ્રાફિક કેમ સ્મૂધલી ચાલે છે? આટલી સીધીસાદી વાત સંબંધિત લોકોને કેમ સમજાતી નથી? જ્યાં-ત્યાં ખડકી દેવાયેલાં ટ્રાફિક સિગ્નલ જ ટ્રાફિક સમસ્યા સર્જે છે: હનુમાનમઢી પાસે સિગ્નલ નહોતું ત્યારે ટ્રાફિક જામનાં કોઈ પ્રશ્ર્ન નહોતા ઓવરબ્રિજની નીચે ટ્રાફિક સિગ્નલ મૂકવાની શી જરૂર? રૈયા સર્કલ, રૈયા ઍક્સચેન્જ, ઈન્દિરા સર્કલ અને ઊંઊંટ સર્કલનાં ટ્રાફિક પોઈન્ટ્સ ન્યૂ રાજકોટ માટે શિરદર્દરૂપ