ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજાઈ
રાજકોટ વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા અને ટ્રાફિક નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે પોલીસ દ્વારા આજે મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં લોકો મુખ્ય માર્ગો પર આડેધડ વાહનો પાર્કિંગ કરીને જતા રહે છે જેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. જેને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ અવાર નવાર મુખ્ય માર્ગો પર ડ્રાઈવ યોજે છે.
- Advertisement -
જ્યારે આજે કોટેચા ચોકમાંથી અસંખ્ય વાહનો જેમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી તેવી ગાડીઓને ડિટેઈન કરવામાં આવી હતી અને દંડ પણ વસૂલ્યો હતો. જ્યારે બ્લેક કાચ લાગેલા હોય તેવી ગાડીને મેમો ફટકારવામાં આવ્યા હતા. જ્યારે ટ્રાફિક બ્રાન્ચે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે પણ નંબર પ્લેટ વગરની કેટલીક ટુ વ્હીલને ટોઈંગ કરવામાં આવી હતી.