સ્કૂલ અને હોસ્પિટલ જતા વાહનચાલકોને 160 સેકેન્ડ સિગ્નલમાં ધરાર ઉભુ રહેવું પડે છે
કોટેચા ચોકથી આત્મીય કોલેજ અને ટેલિફોન એક્સચેન્જથી
- Advertisement -
બિગબજાર પહોંચવા ચાલકો બ્રિજ પરથી પસાર થાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં KKV ચોક ખાતે એકની ઉપર એક એમ કુલ બે ઓવરબ્રિજ તૈયાર કરાયા છે, એટલે કે મોટાભાગનો ટ્રાફિક એ બંને બ્રિજ ઉપરથી જ ડાયવર્ટ થઈ જાય છે અને બંને બ્રિજ તૈયાર કરવા પાછળનો હેતુ ટ્રાફિક ન થાય એ જ હતો. કારણ કે ઊંઊંટ ચોક ખાતે રાજકોટની ચારે બાજુ જવા માટેનો મુખ્ય પોઈન્ટ છે. ત્યારે જેમને જરૂરિયાત છે તેવા ચાલકો જ નીચેથી પસાર થવાના છે તેમા પણ તંત્રએ બુધ્ધીનું પ્રદર્શન કરી ત્યાં ટ્રાફિક સિગ્નલ મૂકી દીધા છે. જો કે આ ટ્રાફિક સિગ્નલ છેલ્લા ચાર દિવસથી જ ચાલુ થયા છે. આ સિગ્નલથી અનેક વાહનચાલકોને કારણ વિનાનો સમય પસાર કરવો પડે છે. કેકેવી ચોકમાં બે મોટી શાળા અને એક હોસ્પિટલ આવેલી છે જ્યાં રોજ હજારો વાહનચાલકો, અનેક સ્કૂલ વાન અને એમ્યુલન્સ પસાર થાય છે આ ટ્રાફિક સિગ્નલના કારણે 120 સેકેન્ડ ધરાર ઉભુ રહેવુ પડતુ હોવાનું વાહનચાલકોએ જણાવ્યુ છે.
- Advertisement -
બે વખત સિગ્નલ ખુલીને બંધ થઈ જાય તો પણ કયારેક તો રસ્તો ક્રોસ નથી કરી શકાતો
આ સમસ્યા અંગે એક વાહન ચાલકે જણાવ્યુ હતુ કે હું બે થી ચાર વાર ત્યાંથી નીકળું છુ અને મારે સૌથી નીચેના પોઇન્ટ પરથી નીકળવાનું હોય કારણ કે મારે ત્યાં કામ હોય છે અને નીચેથી એ લોકો જ ચાલે કે જેમને એ પોઈન્ટની આજુબાજુમાં બે કિલોમીટર સુધીના એરિયામાં જવાનું હોય, બાકીના લોકો તો ઉપરના બંને બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. એટલે નીચેના રસ્તે ટ્રાફિક સાવ નહિવત જેવો રહેતો હતો પણ હમણાં એક દિવસ સાંજના સમયમાં અચાનક ત્યાં સિગ્નલ મુકાઈ ગયા, ચાલુ થઈ ગયા અને અત્યારે બે બે બ્રીજ હોવા છતા નીચેના રોડ ઉપર જ ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. બે વખત સિગ્નલ ખુલીને બંધ થઈ જાય તો પણ કયારેક તો રસ્તો ક્રોસ નથી કરી શકાતો તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આમ કેકેવી ચોક ખાતે ખરેખર સિગ્નલ ચાલુ હોય છે ત્યારે જ ટ્રાફિક થાય છે. સિગ્નલ ન હોય તો કોઇ ટ્રાફિકની સમસ્યા રહેતી નથી.