GST કાઉન્સિલ મિટિંગમાં લેવાયો નિર્ણય: 20% કરતા ટેક્સની રકમમાં તફાવત હોય તો સાત દિવસમાં ખુલાસો કરવો પડશે: વેપારીઓને રજિસ્ટર્ડ ઇમેલ આઇડી પર શો-કોઝ નોટિસ મળી જશે
ખાસ-ખબર સંવાદદાતા
વેપારીઓને હવે GSTR-1 અને GSTR-3ઇના રિટર્નમાં જો દર્શાવેલી માહિતીમાં ટેક્સની રકમમાં 20% કરતા વધારે તફાવત હશે તો તેનો ખુલાસો કરવો પડશે. જો સાત દિવસમાં વેપારી ખુલાસો નહી કરે તો ડિપાર્ટમેન્ટ તેની સામે શો-કોઝ નોટિસ જારી કરી કાર્યવાહી કરશે.
ૠજઝ વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ GST કાઉન્સિલની ગત મિટિંગમાં રિટર્નમાં કરવામાં આવેલા કેટલાક સુધારાઓ પૈકી GSTR-1 અને GSTR-3ઇના રિટર્નમાં પણ સુધારાઓ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીના વ્યવસ્થા પ્રમાણે GSTR-1 અને ૠજઝછ-3ઇ ટેક્સ અને આઇટીસીની માહિતી મળી રહતી હતી, બન્ને રિટર્નમાં જો તફાવત હોય તો વેપારીઓ તેને ચુકવણી કરતા હતા. જોકે હવે તેમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે અને રુલ 88ઈનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે મુજબ જો GSTR-1 અને GSTR-3ઇમાં ટેક્સની રકમમાં 20% કરતા વધારે તફાવત હોય તો વેપારીને તફાવતની રકમ વિશે માહિતી આપી વેપારીના રજીસ્ટર્ડ ઇમેલ પર તેમજ ઇંટિમેશન ઓર્ડર તરીકે ખુલાસો કરવા માટે વેપારીને નોટિસ આપવામાં આવશે. જેનો જવાબ વેપારીને સાત દિવસમાં આપવો પડશે. જેમાં વેપારી દ્વારા થયેલી ભુલ અથવા પાછલી કોઇ ખરીદી-વેચાણના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હોય તે સહિતની માહિતી આપવી પડશે. ત્યારબાદ તે મંજૂર થયા પછી વેપારીને ઉછઈ-03 ફોર્મ અંતર્ગત ટેક્સ ચુકવી શકશે અને જો વેપારી સાત દિવસમાં કોઇ પણ જવાબ નહીં આપે તો વિભાગ તેની સામે ડિમાન્ડ નોટિસ કાઢશે.