ફ્લોટલ લોર્ડ્સ ક્રુઝ રેસ્ટોરન્ટમાં બનેલી ઘટના
ખાસ-ખબર ન્યૂઝ દીવ
- Advertisement -
દીવના બંદર ચોક જેટીમાં પ્લોટર લોડ્સ ક્રુઝમાં મોટી સઁખ્યામાં પર્યટકો હતા એ દરમિયાન રેસ્ટોરન્ટ ના મહિલા વોશરૂમમાં બેસિંગ ના પાઇપ સાથે એક મોબાઈલ ચિપકાવેલો હતો જેમાં રેકોર્ડિંગ ચાલુ હતું આની જાણ પ્રયટકો ને થતા પર્યટકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેઓએ સૌએ સાથે મળીને આરોપીને પકડી પાડ્યો હતો અને તુરંત જ દીવ પોલીસને જાણ કરતા દીવ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પર્યટકો અને પોલીસ વચ્ચે પણ ભારે બબાલ થઈ હતી ત્યારબાદ પોલીસે માહોલને શાંત કરવાની કોશિશ કરી હતી અને આરોપી પ્રતીક રમેશ આંજણી ને દીવ પોલીસ સ્ટેશનમાં લાવીને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાતી હતી.
આ સમગ્ર શરમજનક ઘટના ખૂબ થી પર્યટકો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા.. આ લાલબત્તી સમાન ઘટના નાં લીધે દરેકે સતત સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. પણ બીજી બાજુ એ પણ પ્રશ્ન છે કે આવો ફોન કોને લગાવ્યો હશે ??? ક્રુઝ ના કર્તાહર્તા ને આ બાબતે કઈ જ ખ્યાલ નથી? આવા અનેક પ્રશ્ર્નો પર્યટકો તેમજ સ્થાનિક લોકોમાં ઊઠવા પામ્યા છે.