હોળીની ઝાળથી નક્કી થાય છે વરસાદનો વરતારો
દત્ત – દાતાર પહાડોમાં શુભ મુહૂર્તમાં પ્રગટશે હોળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
જૂનાગઢ દેશ ભરમાં હોળી-ધુળેટીનું પર્વ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાય છે ત્યારે રાજસ્થાનમાં હોળી ઉત્સવનું અનેરું મહત્વ ધરાવે છે.જયારે જૂનાગઢમાં પણ વર્ષોની પરંપરા મુજબ ગીરનાર અને દાતાર પર્વત પર હોળી પર્વની વૈદિક પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.જેમાં ગીરનાર પર્વત પર અંબાજી મંદીર પરીસરમાં 1,100 શ્રીફળની હોળી પ્રગટાવામાં આવે છે.જયારે દાતાર પર્વત પર ગાયના છાણ માંથી બનેલ છાણાની હોળી પ્રગટ કરવામાં આવે છે.આમ દત્ત અને દાતારની પવીત્ર ભૂમિ પર શુભ મુહર્ત જોઈને હોળી પ્રગટે છે ત્યાર બાદ શહેરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમો હોળી પ્રગટાવામાં આવે છે.
ગીરનાર પર્વત પર માં અંબાના જ્યાં બેસણા છે અને અંબાજી મંદીર આવેલું છે તેના પરીસરમાં વર્ષોથી અંબાજી મંદિરના મહંત તનસુખગીર બાપુની નિશ્રામાં અંબાજી મંદીરના પૂજારી અને સેવકો દ્વારા હોળી પ્રગટાવામાં આવે છે.હોળી માત્ર 1,100 શ્રીફળ સાથે છાણા અને થોડા ઘણા લાકડાનું ઉપયોગ કરીને હોળી ઉત્સવ માનવામાં આવે છે.જયારે આ હોળી આવતીકાલ 7:30 વાગ્યા પછી પ્રગટાવામાં આવે છે.જયારે હોળી પ્રગટાવતા પેહલા માં અંબા માતાજીને અબીલ ગુલાલ પુષ્પમાળાથી પૂજા કરી આરતી ઉતારવામાં આવે છે.અને માતાજીને શ્રીફળ, ખજૂર, ધાણી પતાસા સહીતનો પ્રસાદ ધરવામાં આવે છે.અને ત્યાર બાદ માઇ ભક્તોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવામાં આવે છે.અને વેહલી સવારે માતાજીના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે. ઉપલા દાતાર પર્વત પર વર્ષોની પરંપરા મુજબ ગાયના છાણની હોળી પ્રગટાવામાં આવે છે. ત્યારે ઉપલા દાતાર જગ્યા મહંત ભીમબાપુની નિશ્રામાં હોળી-ધુળેટી પર્વનું આયોજન કરવામાં આવે છે.જગ્યા પરિસર પાસે છાણાની હોળી પ્રગટાવતા પેહલા ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે હોલિકાનું વિધિવત પૂજન ભીમબાપુ અને સેવકો દ્વારા કરવામાં આવે છે.અને હોળી પર અબીલ-ગુલાલ તેમજ પ્રસાદ ચડાવામાં આવે છે.અને હોળી વચ્ચે કુંભમાં ઘવ, ચણાની ઘુઘરી પાક્યા બાદ તેમાં શ્રીફળ ઉમેરી દાતાર સેવકોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે અને બીજા દિવસે ઉપલા દાતાર જગ્યા ખાતે મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે.
દત્ત – દાતારની પવિત્ર ભૂમિ પર હોળીની ઝાળ પરથી વરસાદની આગાહી થાય છે
હોળી-ધુળેટી પર્વમાં અનેક અગાહીકારો હોલિકા દહન થયા બાદ તેની ઝાળ પરથી વરસાદ અને વર્ષ કેવું જશે તેનું અનુમાન લાગવામાં આવતું હોઈ છે હોળીની ઝાળ ઉત્તર, દક્ષિણ અને પૂરબ, પશ્ચિમ દિશા સીવાઈ ઝાળ સીધી ઉપર પણ જતી હોઈ છે તેના ઉપરથી વર્ષનો વરતારો જોવામાં આવે છે. જયારે દત્ત-દાતારના પહાડો પર પવનની ગતિ પણ તેજ હોઈ છે જેના લીધે હોળીની ઝાળ કઈ દિશામાં જશે તે સ્પષ્ટ થતું હોઈ છે તેના લીધે ચોક્કસ ખ્યાલ આવે છે આગામી વર્ષમાં કેટલો અને કેવો વરસાદ પડશે અને ક્યારે પડશે તેનું આગાહી અગાહીકારો કરી શકતા હોઈ છે.