અપના બજાર-રાજકોટ તથા અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટરનાં ઉપક્રમે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર અને જિલ્લાની સાડા છ દાયકા જૂની અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા “અપના બજાર” દ્વારા સભાસદ કલ્યાણ વર્ષ નિમિત્તે સભાસદોમાં વાંચન પ્રવૃત્તિને વેગમળે, સભાસદો વાંચન પ્રવૃત્તિ માં રસ લેતા થાય તેવા શુભ હેતુસર રાજકોટ શહેરની અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટર સંચાલિત “શોધક પુસ્તક સેવા”સંસ્થાના સહયોગથી “અપના પુસ્તક શોધક- જ્ઞાન ગંગા ની પરબ”યોજના ના આગામી તા. 18/09/2025 ને ગુરૂવારના રોજ સાંજે 5:00 કલાકે અપના બજાર મુખ્યાલય, કરણસિંહજી બાલાજી મંદિર સામે, ભુપેન્દ્ર રોડ, રાજકોટ ખાતે પ્રારંભ કરવા જઇ રહ્યા છીએ જે યોજના અંતર્ગત અપના બજારના સભાસદો ને હવે પછી દર મહિના ના બીજા શનિવારે અપના બજાર હેડ ઓફિસ ખાતેથી પોતાના મનપસંદ પુસ્તકો વાંચવા માટે લઈ જઈ શકશે. આ યોજના અપના બજારના જ સભાસદો પૂરતી મર્યાદિત અને નિ:શુલ્ક છે. આ યોજના હેઠળ પુસ્તક લેવા પ્રથમ વખત આવનાર સભાસદે પોતાનું અસલ શેર સર્ટિફિકેટ અને એક ઝેરોક્ષ નકલ સાથે લાવવાની રહેશે. ત્યારબાદ એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ લાવવાનું નથી. આ યોજના અંતર્ગત દર મહિનાના બીજા શનિવારે સવારે 11:00 થી 12:30 કલાક સુધી પુસ્તકો ની અદલ બદલ કરવાની રહેશે.
અપના બજાર રાજકોટ તથા અરવિંદભાઈ “મણીઆર રિસર્ચ સેન્ટર ના સંયુક્ત ઉપક્રમે શરૂ થનાર “અપના પુસ્તક શોધક-જ્ઞાનગંગા ની પરબ”ને સફળ બનાવવા અપના બજાર ના ચેરમેન ભાગ્યેશ વોરા અને વાઇસ ચેરમેન દિપક ચાવડા ની રાહબરી માં સર્વે ડિરેક્ટર્સ મહેન્દ્રભાઈ શેઠ, અરવિંદભાઈ સોજીત્રા, નટુભાઈ ચાવડા, પંકજભાઈ દેસાઈ, મહેશભાઈ કોટક, નયનાબેન મકવાણા, વિક્રમસિંહ પરમાર, જીજ્ઞાબેન પટેલ, ફુલાભાઇ શિંગાળા, જયંતભાઈ ધોળકિયા, વહીવટી અધિકારી નરેશભાઈ શુકલ તથા અરવિંદભાઈ મણિઆર રિસર્ચ સેન્ટરના નમ્રતાબેન કામદાર, અભિષેકભાઈ રાજગોર, અલ્પેશભાઈ સોલંકી, શેફાલીબેન સંઘવી, કિશનભાઇ લશ્કરી સહિતનાઑ જહેમત ઉઠાવી રહ્યા છે.



