હાલરડાંથી માતા અને બાળક વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બને છે, જે બાળકનાં મગજને વિકાસ તરફ દોરી જાય છે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનનાં પીજીડીસીસીના વિદ્યાર્થીઓએ ભવનનાં અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને ડો. ધારા આર. દોશીનાં માર્ગદર્શન હેઠળ આજની માતાઓ હાલરડાં વિશે કેટલું જ્ઞાન ધરાવે છે એ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. માં એક જ એવી વ્યક્તિ છે જે આપણને દુનિયાથી નવ મહિના વધુ ઓળખે છે. સ્ત્રી જ્યારે માં બને છે ત્યારે તેનું એક નવું રૂપ જોવા મળે છે. તેની દુનિયા બાળકની આસપાસ જ ફરતી હોય છે. બાળકની સાર સંભાળમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે. જેમાંની એક મહત્વની બાબત માતા બાળકોને કઈ રીતે સુવડાવે છે?
- Advertisement -
ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી પેઢી દર પેઢી માતાઓ તેના બાળકોને હાલરડાં ગાઈને સુવડાવતી આવી છે. હાલરડાંથી માતા અને બાળક વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બને છે. હાલરડું બાળકનાં મગજનાં ઘણાં ભાગોને વારાફરતી ઉત્તેજિત કરે છે, જે બાળકનાં મગજને વિકાસ તરફ દોરી જાય છે. હાલરડું સાંભળવાથી બાળકની ભાષા શીખવાની ક્ષમતામાં વધારો થાય છે.
92% માતાઓને હાલરડાં આવડતા નથી
પ્રસ્તુત સર્વે 202 માતાઓ પર કરવામાં આવેલો હતો. ટેલીફોનીક કે રૂબરૂમાં માતાઓને હાલરડાં જણાવવાનું કહેવામાં આવ્યું હતું. 92.2% માતાઓને હાલરડાં આવડતા નથી. માત્ર 7.8% માતાઓને જ હાલરડાં આવડે છે. 87% માતાઓ પોતાના બાળકોને ફોન આપી સુવડાવે છે.