ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને સીએમ યોગી કરશે દિપોત્સવનો આરંભ
ધર્મનગરી કાશીમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે ભાવિકો ગંગામાં પુણ્યની ડુબકી લગાવશે તો સાંજે ઘાટોની સાથે સાથે કુંડ અને સરોવરો 22 લાખ દીપથી ઝળહળી ઉઠશે. કાશી વિશ્વનાથ ધામથી ગંગા દ્વારની સામે રેતી પર સ્ટીનફાયર અને ચેતસિંહ ઘાટ પર લેસર શોમાં શિવનો મહિમા અને ગંગા અવતરણની કથા દુનિયા જોશે.
- Advertisement -
ઉપ રાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને સીએમ યોગી આદિત્યનાથ દીપ પ્રગટાવીને દેવ ઉત્સવની શરૂઆત કર્યા બાદ ક્રુઝ પર સવાર થઈને ઘાટોનું નિરિક્ષણ કરશે. ઉત્સવનુ મુખ્ય આયોજન નમસ્કાર મુદ્રાવાળી 25 બાય 25 ફૂટ ઉંચી પ્રતિમાઓ સાથે આ ઘાટનુ લોર્કાપણ કરવામાં આવશે.
600 કવીન્ટલ ફુલોથી થઈ રહી છે સજાવટ
વિશ્વનાથ ધામને સજાવવા માટે દેશના અલગ અલગ ભાગોમાંથી 300 કિવન્ટલ ફૂલો મંગાવાયા છે. દેવ દિવાળીના મહાઆરતી બાદ બે મુખ્ય સ્થળ દશાશ્ર્વમેઘ અને અહલ્યાબાઈ ઘાટ ઉપરાંત બધા મુખ્ય ઘાટો પર લગભગ 300 કવીન્ટલ ફૂલ લાગશે.