– સુરત સેશન્સ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે
માનહાની કેસ મામલે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા સામેં સ્ટે અંગેની માંગ સાથે અરજી કરાઈ હતી. જેના પર ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપશે.
- Advertisement -
મોદી માનહાની કેસ મામલે આજે કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામા આવી શકે છે. મહત્વનું છે કે બદનક્ષી અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને માનહાની કેસમાં દોષિત ઠેરવ્યા હતા. બાદમાં કસૂરવાર રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો પણ હુકમ કર્યો હતો. બાદમાં રાહુલ ગાંધીએ સજા પર સ્ટેની માગ સાથે અરજી પણ કરી હતી. જોકે આ અરજીને નકારી કાઢી સુરત કોર્ટે અરજી ફગાવી દિધી હતી. જેને લઈને રાહુલ ગાંધીએ સુરતમાં કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાલ આ ચુકાદા પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
જસ્ટિસ હેમંત પ્રચ્છક સંભળાવશે ચુકાદો
હવે આ અંગે આજે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં જસ્ટિસ હેમંત પ્રચ્છક ચુકાદો સંભળાવશે. નોંધનીય છે કે વેકેસન પહેલા બંન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી. જોકે બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. નોંધનીય છે કે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા. ત્યારબાદ તેણે 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને તેના સજાના આદેશને પડકાર્યો હતો. રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા, પરંતુ તેમની સજા પર સ્ટે માટેની તેમની અરજી 20 એપ્રિલે નામંજૂર કરવામાં આવી હતી.જે બાદ આજે ચુકાદો આવશે
- Advertisement -
પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ મોદી સમાજનું અપમાન કર્યું, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન દરેક ચોરની અટક ‘મોદી’ કેમ હોય છે એવા કરેલા નિવેદન બાદ તેમના પર માનહાનિનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને સુરત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો.