સંયુક્ત રાષ્ટ્રના ભલામણથી આજે આપણા સમાજના ભવિષ્યના રૂપમાં છોકરીઓનું મહત્વ અને સંભાવનાઓ વિશે જાગૃતતા ફેલાવવા માટે 11 ઓક્ટોમ્બરના આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2022માં IGD ની આજે 10મી વર્ષગાંઠ છે. સંયુક્ત રાષ્ટ્રની અધિકૃત વેબસાઇટના અનુસાર, આ વર્ષ બધા ક્ષેત્રોમાં છોકરીઓ માટે મહત્વપૂર્ણ મુદા પર વધુ ધ્યાન આપવામાં આવશે.
આ વર્ષ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની થીમ હવે અમારો સમય છે, અમારા અધિકાર અને અમારૂ ભવિષ્ય છે. આ વર્ષની થીમમાં ઇરાનની મહિલાઓ વિરૂદ્ધ થઇ રહેલા અત્યાચારો અને તેમાં ખાસ કરીને બાળકિઓ તેમજ કિશોરીઓને જે રીતે નિશાના બનાવી રહ્યા છે, તે મહત્વનું છે. સાથએ જ કોવિડ-19ના દુનિયા ભરમાં બાળકિઓ માટે બોજો વધી ગયો છે અને કરોડો બાળકોને સ્કૂલ છોડવી પડી છે.
- Advertisement -
Nearly 130 million girls are out of school globally.
We need to ensure equal access to education to achieve a better future for all.
More from @UNESCO on Tuesday's #DayOfTheGirl: https://t.co/YjPhZL5CPj pic.twitter.com/rtDjDc48ka
- Advertisement -
— United Nations (@UN) October 11, 2022
દર ચારમાંથી એક છોકરી શિક્ષા, વ્યવસાય અને તાલિમથી વંચિત રહે છે
આ અવસર પર સંયુક્ત રાષ્ટ્રએ બહાર પાડેલા એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, દર 10માંથી 1 છોકરાની તુલનામાં વૌશ્વિક સ્તરે 15થી 19 વર્ષની ઉંમરની 4માંથી 1 છોકરી શિક્ષા, રોજગાર અને તાલિમ મેળવી શકતી નથી.
કેવી રીતે શરૂ થઇ આંતરરાષ્ટ્રીય બાલિક દિવસની ઉજવણી
સંયુક્ત રાષઅટ્રની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર, વર્ષ 1995માં બીજીંગમાં થયેલા વિશ્વ મહિલા સંમેલ્લનમાં બધા દેશોના એક મતથી બીજીંગ ઘોષણા અને એકશન મંચને અપનાવ્યો હતો. બીજીંગ ઘોષણાપત્ર કેવળ મહિલાઓ નહીં પરંતુ બાળકિઓના અધિકારોને આગળ વધારવા માટે સૌથી પ્રગતિકારણ યોજના છે. 19 ડિસેમ્બર, 2011ના સંયુક્ત રાષ્ટ્ર મહાસભના સંકલ્પ ક્રમાંક 66ય170ને અપનાવવો, જેના અંતર્ગત 11 ઓક્ટોમ્બરના આતંરરાષ્ટ્રીય બાલીકા દિવસના રૂપમાં જાહેર કરવાની જાહેરાત કરી હતી. આવી રીતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છોકરીઓની સામે આવતા પડકારો અને સશક્તિકરણ અને તેના માનવધિકારોની પૂર્તિ માટે પ્રેરણા આપવાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.