વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે અંતિમ દિવસે વડાપ્રધાન મોદી રાજકોટમાં ટૂંકુ રોકાણ કરશે અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થયો છે ત્યારે વડાપ્રધાન મોદી આજે ફરી અમદાવાદની મુલાકાત લેશે. ત્યારે શું છે તેમનો આજનો પ્લાનિંગ તેના પર એક નજર નાખીએ….
- Advertisement -
સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન મોદી આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સિવિલ કેમ્પસમાં વડાપ્રધાન મોદી રૂપિયા 712 કરોડની સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જેમાં હૃદયની અદ્યતન સારવાર માટે આધુનિક મશીનોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરશે. સાથે રૂપિયા 54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ અને હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ કરશે.
તદુપરાંત UN મહેતા હોસ્પિટલમાં 10 માળની હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બે બેઝમેન્ટ, 176 રૂમ, સેન્ટ્રલ લાઇબ્રેરી અને મ્યુઝિયમ બનાવાયું છે. જેનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. સાથે વડાપ્રધાન મોદી રૂપિયા 408 કરોડના ખર્ચે તૈયાર થયેલી કિડની રિસર્ચ હોસ્પિટલનું લોકાર્પણ અને મેડિસીટીમાં રૂપિયા 140 કરોડના ખર્ચે નિર્મિત GCRI અને IKDRCની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે.
- Advertisement -
આ સાથે 408 કરોડના ખર્ચે તૈયાર 850 બેડની સુવિધાની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જેમાં 22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 ICU, આધુનિક લેબોરેટરી અને એક સાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા ઉપલબ્ધ બનશે. સાથે જ વડાપ્રધાન મોદી રૂપિયા 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ કરશે. જેને કારણે જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થશે. ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થશે. સાથે જ વડાપ્રધાન મોદી લાઇબ્રેરી અને 317 સિટીંગ ક્ષમતાના ઓડિટોરિયમનું લોકર્પણ કરશે.
જાણો આજનો PM મોદીનો કાર્યક્રમ
-સવારે 11:00 કલાકે જામકંડોરણા જવા રવાના થશે.
-જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધન કરશે.
-બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ.
-બપોરે 1:00 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધન કરશે.
-સાંજે 4:00 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.
જાણો રાજકોટમાં શું છે આજનું આયોજન?
-રાજકોટના જામકંડોરણામાં PM મોદીની જનસભા
-જામકંડોરણાંના ઇતિહાસમાં પહેલીવાર કોઈ PM આવી રહ્યા છે
-જનસભા બાદ 1.5 લાખ લોકો ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા
-18 ટન મોહનથાળ, 13 ટનની રોટલી તૈયાર કરાશે
-55 વિઘા જમીનમાં પાંચ ડોમમાં મોદીની જનસભા
-જામકંડોરણાંમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા
-રેન્જ IG, 7 SP, 13 DYSP, 30 PI, 101 PSI તૈનાત
-1285 પોલીસફોર્સ, હોમગાર્ડ, GRDના જવાનો ખડેપગે રહેશે
-રાજકોટ એરપોર્ટ પર PMનું ટૂંકું રોકાણ
-જામનગરથી હેલિકોપ્ટરમાં જામકંડોરણા આવશે PM
-જામકંડોરણામાં સવારે 11વાગ્યે જંગી જનસભા સંબોધશે PM
-રાજકોટ એરપોર્ટ પર PM નરેન્દ્ર મોદીનું ટૂંકું રોકાણ
-રાજકોટ શહેરમાં 450 પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે
-જયેશ રાદડિયા સહીતને મંચ પર સ્થાન અપાશે
-જાણો અમદાવાદમાં શું છે આજનું આયોજન?
સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
-કેમ્પસમાં રૂ.712 કરોડની સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
-હૃદયની અદ્યતન સારવાર માટે આધુનિક મશીનોનુ લોકાર્પણ
-રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ
-હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ કરશે
-UN મહેતા હોસ્પિટલની નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે
-રૂ.71 કરોડના ખર્ચે નવી હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવામાં આવી
-10 માળની હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું
-બે બેઝમેન્ટ, 176 રૂમ, સેન્ટ્રલ લાઇબ્રેરી, મ્યુઝિયમ બનાવાયું
-કિડની રિસર્ચ માટે નવી હોસ્પિટલનું લોકાર્પણ કરશે
રૂ.408 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ તૈયાર કરાઇ
-મેડિસીટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની બિલ્ડિંગનું લોકાર્પણ
-GCRI અને IKDRCની નવી બિલ્ડિંગનું લોકાર્પણ
-₹.408 કરોડના ખર્ચે 850 બેડની સુવિધાની હોસ્પિટલ બનાવાઇ
-22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 ICU તૈયાર કરાયા
-આધુનિક લેબોરેટરી બનાવવામાં આવી
-એકસાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા ઉપલબ્ધ બનશે
-રૂ.140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ
જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થશે
-બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4 થી વધીને 11 થઇ જશે
-લાઇબ્રેરી, 317 સિટીંગ ક્ષમતાનું ઓડિટોરિયમનું લોકાર્પણ