કોંગ્રેસે ગુજરાતની જનતાને તરસ્યા રાખ્યા, માફ નહીં કરે: વડાપ્રધાન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રાજ્યભરમાં પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે, 5 દિવસ બાદ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લામાં સભા સંબોધવા આવ્યા છે. પાલીતાણા, ગારીયાધાર, મહુવા અને તળાજાના ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાન પ્રચાર કરશે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને સંબોધી રહ્યા છે.
- Advertisement -
ગુજરાતની જનતાએ એકતાની તાકાત પકડી એના કારણે આજે ગુજરાત 20 વર્ષ થયા ભાઇઓ ગુજરાત નિરંતર વિકાસ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના આવ્યા બાદ સ્થિતિ બદલાઇ. ભાજપે જ્યારે સ્થાન લીધું ત્યારે લોકોનું માન ભાજપ માટે વધતું ગયું. સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ આ મંત્ર એક નવી તાકાત હતી. આ ગુજરાત સુરક્ષિત બને, આ ગુજરાત સદભાવનાવાળું હોય. ગુજરાત જ્યારે એક થયું ત્યારે ગુજરાતનું વિભાજન કરનારાઓને કોઇ તાકાત ના મળી. કોંગ્રેસે પણ ભાગલા પાડોને રાજ કરોની નીતિ છોડવી પડશે. વોટ બેન્કની રાજનીતિ છોડવી પડશે.
જ્યારે એકતાનું કેવું પરિણામ મળે, સામૂહિક શક્તિ લાગે ત્યારે પરિણામ કેવું મળે ત્યારે પાણીની વાત કરીએ તો ખબર પડે. સૌની યોજના, નર્મદા યોજના, સુજલામ સુફલામ યોજના લાવ્યા. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી તેમણે ખૂબ મુશ્કેલીઓ ઉભી. 40-40 વર્ષ સુધી નર્મદાનું પાણી રોકી રાખ્યું તે આજે પદયાત્રા કરી રાખ્યા છે. નર્મદાનું કામ રોકયું હોય તેમની સાથે બેસાય કે ફોટો પડાવાય, તમે એની સાથે હાથ મૂકી ફોટો પડાવે તો ગુજરાત સહન કરે? એક વાવડી બનાવી હોય તો અમે તમને યાદ રાખીએ. અમે તમને સજા કરીશું અમને તરસ્યું રાખ્યું હતું. સૌરાષ્ટ્ર સૂકો પટ હોવાથી લોકો પલાયન કરતાં, ખેડૂતોમાં નુકસાન, શહેરોમાં જઇ મજૂરી કરવી પડતી હતી. આજે પાણીના કારણે ખેતરો લીલાછમ છે. વીસ વર્ષ પહેલાં 17 લાખ રૂની ગાંસડી થતી, આજે 1 કરોડને 10 લાખ ગાંસડીનું ઉત્પાદન થાય છે. જમીન તો હતી એટલીને એટલી જ છે ને, ખેડૂતો એજ છેને, પહેલાં 17 લાખ ગાંસડી અને આંજે 1.10 કરોડ ગાંસડી એ જ ખેડૂતોએ ઉગાડયું કારણ પાણી પહોંચાડયું એનું પરિણામ છે. મગફળી હોય કે ઘઉં હોય અનેક પ્રકારના કામ આજે લગભગ બે ગણા થઇ ગયા છે. ફળોના ઉત્પાદનમાં ગુજરાત ત્રણ ગણું વૃદ્ધિ પામ્યું છે. ખેડૂતોને મેં વિનંતી કરી હતી કે ભાઇ આપણે ટપક સિંચાઇ અપનાવો, નર્મદાનું પાણી પારસ છે જ્યાં જ્યાં અડશે ત્યાં સોનું થશે. લોકોએ ટપકસિંચાઇ અપનાવી. આજે મને સંતોષ છે કે 12 લાખથી વધુ ખેડૂતો ટપક સિંચાઇનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને સલામ કરું છું જેમણે મારી આ વાત માની છે.
આજે રાજકોટમાં 49 દિવસમાં ચોથીવાર સભા ગજવશે મોદી
- Advertisement -
ગુજરાતમાં રાજકારણની પાઠશાળા સૌરાષ્ટ્ર રહી છે. રાજકારણમાં અને સૌરાષ્ટ્રનો સીધો છેડો રાજકોટ ગણવામાં આવે છે. રાજકોટથી ખુદ વડાપ્રધાન પ્રથમ ચૂંટણી લડ્યા હતા. ત્યારે વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મોદી સતત રાજકોટ પર ફોકસ કરી રહ્યા છે. રાજકોટને આટલું મહત્ત્વ શું કામ? એની પાછળ મુખ્ય પાંચ કારણ હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. એમાં આંતરિક જૂથવાદ, નવા ચહેરાઓને સ્થાન, પ્રજામાં અને કાર્યકરોમાં ખૂબ જ નીરસતા, ત્રીજા પક્ષના જોરનો ડર અને 2017ના ભંગાણનું ડેમેજ કંટ્રોલનો સમાવેશ થાય છે. એને લઈ ભાજપ પાસે માત્ર એક જ ચહેરો એવો છે નરેન્દ્ર મોદી ખુદ. આ તમામ અવરોધોને દૂર કરી શકાય એ માટે નરેન્દ્ર મોદી 40 દિવસમાં ચોથી વખત રાજકોટ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. ઙખ નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. આજે ફરી તેઓ રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે નરેન્દ્ર મોદી પ્રચારના અંતિમ દિવસો સુધી ગુજરાતના પ્રવાસે આવી સભા ગજવશે, જેમાં આખરી તબક્કામાં રાજકોટ શહેરમાં આજે સભા સંબોધશે.
વડાપ્રધાનના સંબોધનના અંશો
– તમારે મારુ અંગત કામ કરવાનું છે, ઘરે ઘરે જઇને વડિલોને પ્રણામ કરીને કહેવાનું છે કે, આપણા નરેન્દ્રભાઇ આવ્યા હતા અને તમને નમસ્કાર કર્યા છે
– તમારે દરેક પોલિંગ બુથ
પર વધુમાં વધુ મતદાન કરાવવાનું છે
– તમારે અહીંયા કમળ ખીલતુ રાખવાનું છે, તમારે તમામ બેઠકમાં ધ્યાન આપવું પડશે
– આવતા 25 વર્ષમાં ગુજરાતને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ રાજ્ય બનાવવું છે, તમારે સાથ આપવાનો છે
– દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ ભાવનગરમાં બનવા જઇ રહ્યું છે, હજારો યુવાનોને રોજગારી મળશે
– ગુજરાતના લોકોને હિજરત કરીને બહાર જવું પડતું હતું, આજે આખો દેશ અહીંયા કમાવા આવે છે
– ગુજરાતના હજારો યુવાનોને રોજગાર મળે છે, સૌરાષ્ટ્ર ઉધોગોથી ધમધમી રહ્યું છે
– 2014 પહેલા કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે 60 ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઇબર નાખ્યું હતું, અમારી -સરકારે 8 વર્ષમાં 3 લાખ ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઇબર નાખ્યું, ગામડે ગામડે વિકાસ થયો
-રોરોફેરીથી ટુરિઝમને ફાયદો થયો, દેશનો કોઇ જૈન પરિવાન ન હોય જે પાલીતાણા ન આવ્યો હોય
-આપણે જ્યોતિગ્રામ યોજના લાવ્યા અને ગુજરાતને અંધકારમાંથી બહાર લાવ્યા, આ ભાજપથી જ થાય કોંગ્રેસથી નહીં
મે કહ્યું હું 24 કલાક આપીશ, તો કોંગ્રેસીયા મારી મજાક ઉડાવતા હતા કે આ કોઇ દિવસ સરપંચ પણ નથી થયો અને સી.એમ થઇને વીજળી કેમની આપશે
-એક સમયે લોકો મને કહેતા કે નરેન્દ્રભાઇ સાંજે વાળુ કરતી વેળાએ વીજળી મળે એવું કરો
-અમે ખેડૂતનો ખર્ચો કંઇ રીતે ઘટે તે અંગે સતત વિચારતા હોઇએ છીએ
-હવે નેનો યુરિયા લાવ્યા છીએ, યુરિયાની એક થેલી બરાબર નેનો યુરિયાની એક બોટલ
-યુરિયાની એક થેલીમાં 1600-1700 સરકાર ભરે છે તમને 200-300માં મળે
-સરકારને ખાતરની થેલી 2000માં પડે છે અમે ખેડૂતને 270 રૂપિયામાં આપીએ છીએ
-દુનિયાભરમાં ખાતર મોંઘુ થયું છે, પણ અમે સસ્તુ આપીએ છીએ
-આપણા દેશને ખાતરની અછત છે, બહારથી લાવવું પડે છે
-ખેડૂતોને ઓછો બોજ આવે તે માટે અમે કામ કર્યું
-ભાવનગરમાં અઢી લાખ ખેડૂતોનાં ખિસ્સાંમાં 510 કરોડ રૂપિયા પીએમ કિશાન યોજનાથી મળ્યા છે
-મોદી તમારા વચ્ચે મોટો થયો એને નાના ખેડૂતની ચિંતા થઈ તો પીએમ કિશાન યોજના લઈ આવ્યો
-દેશમાં 85 ટકા ખેડૂતો નાના છે, પણ તોય તેમને લાભ મળે છે
-ખેડૂતોને વીજળી જોઈએ પણ બિલ મોંઘું પડે, હવે આપણે ખેતરે ખેતરે સોલર પ્લાન્ટનું આયોજન કરી રહ્યા છીએ
-ગુજરાતમાં 13 લાખથી વધુ ખેડૂતો ટપક સિંચાઈથી ખેતી કરીને પાણી બચાવે છે
-જેની જોડે ફોટો પણ ન પડાવાય તેના જોડે યાત્રા કરવી એને ગુજરાત ક્યારેય નહીં સ્વીકારે
-ગુજરાતમાં તો એક લાખો વણઝારો વાવ ખોદે તો પણ તરસ છીપી જાય
-જેણે 40-40 વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખ્યું તેના ખભે હાથ મૂકીને એક ભાઈ પદ માટે પદયાત્રા કરે છે
-એકતાનું પરિણામ સારું હોય, ખાલી તમે નર્મદાનું પાણી, સૌની યોજના જેવી તમામ યોજના લઈ લો, આ આપણી એકતાથી થયું છે
-જોં કોગ્રેસને ગુજરાતનો હિસ્સો બનવું હશે તો જાતિવાત છોડવો પડશે, રંગ બદલવાનું છોડવું પડશે
-આ કારણે જ કોંગ્રેસની વિદાય ગુજરાતમાંથી થઈ
-ગુજરાતમાં ગામડું કે શહેર એકતાનું વાતાવરણ ભાજપની સરકારમાં થયું
-ભાજપની સરકારમાં ગુજરાત સુરક્ષિત થયું, વિકાસ થયો, વેપાર વધ્યો
-પહેલાં ગુજરાતમાં આંતરે દિવસે બોમ્બધડાકા થતા, છેલ્લાં 20 વર્ષથી આ દુકાનો બંધ થઇ ગઈ
-કોંગ્રેસની સરકારમાં ગુજરાત અસુરક્ષિત હતું
-જ્યાં સરદાર પટેલનું સ્ટેચ્યૂ છે, ત્યાં જ રાજવી પરિવારનું મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યું છે
-આપણે સરદાર પટેલનું સ્ટેચ્યૂ બનાવ્યું, જેમ દેશની એકતામાં સરદાર પટેલનું યોગદાન હતું, તેમ રાજવી પરિવારોનું પણ યોગદાન હતું
-રાષ્ટ્ર માટે આવડો મોટા ત્યાગની ભાવનગરે શરૂઆત કરી, આ ગોહિલવાડની ધરતીને સલામ
-ભાવનગરના મહારાજાએ દેશનો વિચાર કર્યો અને દેશની એકતા માટે રાજપાટ સમર્પિત કરી દીધું
-સરદાર વલ્લભભાઇ પટેલે દેશને એક કરવાનું બીડું ઉઠાવ્યું, રાજા-મહારાજાઓએ સ્પોર્ટ કર્યો
-લોકોના મનમાં વારંવાર ભાજપ સરકાર લાવવાનું મન એટેલે થાય છે કે, વડીલોને ખબર છે પહેલાં દેશને કેવી રીતે વેરવિખેર કરી દીધો હતો
-હું જ્યા જાઉ ત્યાં એક જ અવાજ, એક જ મંત્ર ફીર એકબાર…
-આ ચૂંટણી આપણું ગુજરાત વિકસિત બને, નવી ઊંચાઇઓને પાર કરે એની ચૂંટણી છે
-આખુ સુરત રોડ પર ઊતરી આવ્યું હતું, નક્કી કર્યા વગર રોડ શો કર્યો
-નક્કી થયા પ્રમાણે એરપોર્ટથી મારે સભમાં જવાનું હતું
-આજે હું સુરતથી આવી રહ્યો છું, ગઇકાલે સાંજે સુરતમાં મારી સભા હતી