સાસુ પાસેથી ઓથેન્ટિક અથાણાં બનાવવાની કલા શીખી : પતિ અને પરિવાર સાથે મળી અથાણાંનો વ્યવસાય શરૂ કર્યો
રાજકોટના ઈલાબેન અથાણાંવાળા સૌરાષ્ટ્રથી લઈ મહારાષ્ટ્ર સુધી પ્રખ્યાત : સિઝન આવતા ઘરે બનાવેલા શુદ્ધ, સ્વચ્છ, સ્વાદિષ્ટ અથાણાંની માંગ વધી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
ભાવતા ભોજનીયાની સાથે થોડું અથાણું મળી જાય તો મજા પડી જાય. ચટપટું ખાવાના શોખિન માટે અથાણાંની સિઝન શરૂ થઈ ગઈ છે. મોટાભાગના લોકોના ઘરમાં કેરીનું કે ગુંદાનું અથાણું બનવાનું શરૂ થઈ ચૂક્યું છે પરંતુ બધા લોકો ટેસ્ટી એન્ડ હેલ્થી અથાણું બનાવી શકતા નથી. કોઈ પાસે સમયની તો કોઈ પાસે આવડતની ઓછપ હોય છે. વળી, જેને બાના હાથનો ઓથેન્ટિક ટેસ્ટ જોઈતો હોય તેમનું શું? અને એટલે જ અથાણાંની સિઝન શરૂ થતાની સાથે રાજકોટવાળા ઈલાબેનના અથાણાંની માંગ વધી ગઈ છે.
રાજકોટના ઋષિવાટિક શેરી નં.2માં રવિ રેસીડેન્સી પાસે રહેતા ઈલાબેન અતુલકુમાર મહેતા છેલ્લા પંદર વર્ષથી આ સિઝનમાં ઘરેથી અથાણાં બનાવવાનો વ્યવસાય કરે છે. ઈલાબેનના અથાણાં માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર આખાયથી લઈ છેક મુંબઈ સુધી પ્રખ્યાત છે. અથાણાંની સિઝન આવતાની સાથે જ ઈલાબેન અને તેમના પતિ અતુલકુમાર અને તેમના બંને દીકરાની વહુઓ ઘરેથી ઓર્ડર મુજબ અથાણાં બનાવી ગ્રાહકોને મોકલી આપે છે.
ઈલાબેન જણાવે છે કે, ઉનાળામાં સરખાં શાકભાજી મળે નહીં એટલે ઠેઠ ચોમાસા અને ક્યારેક તો આવતા ઉનાળા સુધી શાકભાજીની જગ્યા અથાણા લઈ લેતા હોય છે. પૂરી, રોટલી, પરાઠા, ભાખરી કે દાળ-ભાત અને ખીચડી સાથે અથાણાંની મજા માણી શકાઈ છે. મને અથાણાં બનાવવાની કલા મારા સાસુ પાસેથી મળી હતી. અથાણાંમાં સૌથી મહત્વપૂર્ણ તેની બનાવટ અને સ્વાદ છે. અથાણાં બનાવતા સમયે અમે સ્વચ્છતા અને શુદ્ધતાનો સંપૂર્ણ ખ્યાલ રાખીએ છે. અમારા માટે અથાણાંમાંથી થતી આવક કરતા પણ વધુ અગત્યનું મારા સાસુએ શીખવેલા ઓથેન્ટિક અથાણાં બનાવી ગ્રાહકોને સંતોષકારક સ્વાદિષ્ટ અથાણાં પીરસવાનું છે.
- Advertisement -
અથાણાંના વ્યવસાયમાં ઝંપલાવવા વિશે ઈલાબેન જણાવે છે કે, અમારા ઘરે આવતા લોકોને મારા સાસુના હાથના બનાવેલા અથાણાં ખૂબ ભાવતા. આગળ જતાં ઘણા લોકો ઓર્ડર આપી અથાણાં બનાવડાવા લાગ્યા. શરૂઆતમાં હું અને મારા સાસુ ઘરની આજુબાજુ લોકોને અથાણાં બનાવી આપતા. પછી લોકો જેમજેમ અમારા અથાણાં ચાખતા થયા તેમતેમ રાજકોટ અને આસપાસમાં વિસ્તારમાંથી અથાણાં બનાવવાના ઓર્ડર મળવા લાગ્યા. આ સિઝનમાં રાજકોટથી લઈ મુંબઈ-પુના સુધી જુદાજુદા અથાણાં બનાવવાના ઓર્ડર અત્યારથી જ લખાઈ ગયા છે. હવે સાસુ રહ્યા નથી, એટલે હું અને મારા પતિ અતુલકુમાર સાથે અમારા બંને દીકરી જેવી વહુઓ ઘરેથી અથાણાં બનાવી ગામેગામ મોકલીએ છીએ.
અથાણાં બનાવવા એ નાની માના ખેલ નથી. બધી ગૃહિણીઓ બધા જ પ્રકારના અથાણાં બનાવી શકતી નથી. ક્યારેક તેમાં મસાલાની તો ક્યારેક તેલની વધઘટ થઈ જાય તો બધી જ મહેનત પર ફૂગ ફરી વળે છે. વળી અથાણાં બનાવવામાં કળાકૂટ પણ કેટલીયે છે. આ સમયે ઘરે બનાવેલા શુદ્ધ, સ્વચ્છ, સ્વાદિષ્ટ તૈયાર અથાણાંની માંગ વધી જાય છે. અથાણાંની ત્રણ મહિનાની સિઝનમાં ઈલાબેન આશરે 500 કિલો જેટલા અલગઅલગ અથાણાં બનાવી તેનું વેંચાણ છે અને ગ્રાહકોને જોઈતા સમયે-સરનામે પહોચાડી આપે છે. અથાણાંની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ઈલાબેન અતુલકુમાર મહેતા (મો. નં. 94290 45149 – 98256 49219)ના અથાણાં ટેસ્ટ કરવા જેવા છે.
અથાણાંનો સ્વાદ જાળવવા અને લાંબા સમય સુધી સારા રાખવા ઝીલા (બરણી)નો ઉપયોગ કરવો જોઈએ : ઈલાબેન
આપણા વૃદ્ધો કે જૂના જમાનાના લોકો અથાણાંને ઝીલા (બરણી)માં ભરતા હતા. માટીના વાસણના ઝીલા (બરણી)માં અથાણું રાખો તો વર્ષ સુધી સારું રહે છે. અત્યારની ગૃહણીઓ જે કાચ અને પ્લાસ્ટિકની બરણી વાપરે છે તેમાં લાંબા સમય સુધી અથાણાં સારા રહેતા નથી અને અસ્સલ સ્વાદ બદલાઈ જાય છે. વધુ સમય સુધી જો અથાણું સારું રાખવું હોય તો ઝીલા (બરણી) ઉપયોગ કરવો જોઈએ. ચીનાઈ માટીને કાચમાં રૂપાંતરીત કરી બનતા બરણી – બાટલા સહિતના વાસણોમાં સાચવવામાં આવતા અથાણાં બાર માસ સુધી બગડતા નથી ઉપરાંત તેનો અસ્સલ સ્વાદ જળવાઈ રહે છે એવું ઈલાબેન અથાણાંવાળાનું માનવું છે.
ઈલાબેન અથાણાંવાળાના ક્યાં-ક્યાં અથાણાં બન્યા પ્રખ્યાત
અથાણાંની સિઝનમાં ઈલાબેન દોઢ ડઝન જેટલા જુદાજુદા પ્રકારના અથાણાં બનાવે છે જેમાં ગુંદા કેરી, ખાટી કેરી, ચણા મેથી, ગોળ કેરી, છુંદો, મુરબ્બો, ખાટા લીંબુ, ગળ્યા લીંબુ, આદું લસણ, કેરડા, ડાળા ગરમળ, લાલ લીલા રાયતા મરચા, આખી મેથી ભરેલી કેરીના અથાણાં પ્રખ્યાત છે. આ સિવાય પણ ઈલાબેન અલગઅલગ પ્રકારના અથાણાં ગ્રાહકોની માંગ અને જરૂરિયાત મુજબ બનાવી આપે છે.