આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે ઘીનો સપ્લાયર બદલ્યો
ખાસ-ખબર ન્યૂઝ કર્ણાટક, તા.21
તિરૂપતિ બાલાજી મંદિરના લડ્ડુ પ્રસાદ અંગે રાજકારણ ગરમાયું છે. પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરના લાડુનો પ્રસાદ બનાવટી ઘીમાંથી બનતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સમાચારથી ભક્તોની આસ્થાને ઠેસ વાગી છે. આ સમાચાર બાદ આંધ્રપ્રદેશ સરકારે તિરુપતિ મંદિરમાં પ્રસાદ માટે બનાવવામાં આવેલા લાડુના ઘીના સપ્લાયરમાં ફેરફાર કર્યો છે. ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે કહ્યું હતું કે તેમણે ઘી સપ્લાયરને બદલી નાખ્યો છે. તેમણે કહ્યું કે હવે તેમણે કર્ણાટકથી નંદિની બ્રાન્ડ ઘી ખરીદવાનું શરૂ કર્યું છે. તેમણે જગન મોહન રેડ્ડી પર હુમલો કરતા કહ્યું કે જ્યારે બજારમાં ઘીનો દર 500 રૂપિયા પ્રતિ કિલો હતો, ત્યારે પાછલી સરકારે 320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે નબળી ગુણવત્તાનું ઘી ખરીદ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે અગાઉની સરકારે ભેળસેળયુક્ત ઘી સસ્તું હોવાથી ખરીદ્યું હતું. આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે જણાવ્યું હતું કે મંદિર સંસ્થાને ઘી સપ્લાય કરનારાઓએ આંતરિક ભેળસેળ પરીક્ષણ સુવિધાના અભાવનો ફાયદો ઉઠાવ્યો હતો અને બાહ્ય સુવિધાઓનો પણ ઉપયોગ કર્યો ન હતો. લેબોરેટરી ટેસ્ટમાં પસંદગીના નમૂનાઓમાં પ્રાણીઓની ચરબી અને લાર્ડની (ભુંડની ચરબી) હોવાનું જાણવા મળ્યું છે, એવું ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર જે શ્યામલ રાવે જણાવ્યું હતું. ટીટીડીના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘીની ગુણવત્તામાં મોટો ઘટાડો થયો છે. ગુણવત્તાના અભાવનાં કારણોમાં ઇન-હાઉસ લેબોરેટરીની ગેરહાજરી, નમૂનાઓને પરીક્ષણ માટે બહારની પ્રયોગશાળાઓમાં મોકલવા અને અવાસ્તવિક દરો છે.
- Advertisement -
પ્રાણીની ચરબીની ભેળસેળથી વ્યથિત છું : પવન કલ્યાણ
આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે જણાવ્યું હતું કે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીની હાજરીથી તેઓ ખૂબ જ વ્યથિત છે અને સૂચન કર્યું હતું કે મંદિરોને લગતા મુદ્દાઓની તપાસ માટે એક સનાતન રાષ્ટ્રીય બોર્ડની રચના કરવામાં આવે. કલ્યાણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, તિરુપતિ બાલાજીના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી મળી આવવાથી આપણે બધા ખૂબ જ વ્યથિત છીએ.YSRCP સરકાર દ્વારા રચાયેલી ટીટીડી બોર્ડે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે.
તિરુપતિ મંદિરને ક્યારેય પણ ઘીની સપ્લાય કરી નથી, અમૂલની સ્પષ્ટતા
- Advertisement -
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. મંદિરમાં અપાતા પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમૂલે શુક્રવારે સ્પષ્ટતા કરી છે. અમૂલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને ક્યારેય ઘી આપ્યું નથી. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના વિશે પોસ્ટ કર્યા પછી અળીહ.ભજ્ઞ.ાય એ ટ્વિટર પર એક નિવેદન પોસ્ટ કર્યું અને સ્પષ્ટતા જારી કરી. જેમાં કહેવામાં આવ્યું હતું કે અમૂલ ઘી ક્યારેય તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કર્યું નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ વિશે છે. અમૂલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ક્યારેય તિરુપતિ મંદિરમાં અમૂલ ઘી સપ્લાય કર્યું નથી. અમૂલ કંપનીએ કહ્યું કે અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ‘અમુલ ઘી અમારા અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટમાં દૂધમાંથી બનાવવામાં આવે છે, જે ઈંજઘ પ્રમાણિત છે. અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તાની શુદ્ધ દૂધની ચરબીમાંથી બનાવવામાં આવે છે. અમારી ડેરીઓમાંથી મેળવેલા દૂધમાં FSSAI દ્વારા નિર્દિષ્ટ ભેળસેળની તપાસ સહિત ગુણવત્તાની સખત તપાસ કરવામાં આવે છે.
અમૂલનું નિવેદન આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે અગાઉની જગન સરકાર દરમિયાન તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં ચડાવવામાં આવતા તિરુપતિ લાડુની તૈયારીમાં ગૌણ ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના બે દિવસ બાદ આવ્યું છે. તિરુપતિ લાડુ મુદ્દે પ્રતિક્રિયા આપતા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે ટીડીપી ધાર્મિક બાબતોનું રાજકારણ કરી રહી છે.