ભારતીય સેનાના ત્રણેય સશક્ત સેના દ્વારા ઓપરેશન સિંદૂર થકી માં ભારતીને તથા આપણા ત્રીરંગા’ ને ગૌરવ અપાવ્યું છે જેના ગૌરવ સંદર્ભે વેરાવળ શહેર નાં મુખ્ય માર્ગ પર થી તિરંગા યાત્રા નું આયોજન કરાયું હતું. વેરાવળના ટાવર ચોક ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી. જે શહેરના સટ્ટા બજાર,સુભાષ રોડ,ગાંધીચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ટાવર ચોક ખાતે પૂર્ણ થઈ હતી. આ તકે બહોળી સંખ્યામાં શહેરજનો,આગેવાનો,વિવિધ સંસ્થા અને સમાજના પ્રમુખ અને પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Follow US
Find US on Social Medias



