સ્વાદિષ્ટ ખાવાનું બનાવવું પણ એક કળા છે. પરંતુ કુકિંગના કામમાં ભલે તમે ગમે તેટલા માહિર હોવ તો પણ કંઈના કંઈ તો ભૂલ થઈ જાય છે. ખાવાનું બનાવતા સમયે થોડું પણ ધ્યાન હટે તો ખાવાનું બળી જાય છે તેમજ ઉતાવળમાં મીઠું વધારે પડી જતું હોય છે.
કુકિંગ સાથે જોડાયેલા હેક્સ
- Advertisement -

જો તમે પણ કુંકિગ કરતી વખતે હંમેશાં કંઈના કંઈ ભૂલ કરો છો તો તેને ઠીક કરવા માટે કેટલાક હેક્સ ફોલો કરી શકો છો. અહીં જાણો તેના વિશે..
ખાવાનું બળી જાય તો શું કરવું
ઘણી વખત શાક બનાવતી વખતે તે બળી જાય છે. ત્યારે આવી સ્થિતિમાં શાકને કોઈ વાસણમાં કાઢી લો. હવે એક કપડામાં એલચી, લવિંગ અને તમાલપત્રને બાંધીને શાકમાં નાખો. તેનાથી શાક બળી ગયું છે તેની વાસ નહીં મારે.
ખાવામાં વધારે હળદર હોય તો
- Advertisement -

ગ્રેવીવાળા શાકમાં જો વધારે હળદર પડી જાય છે તો તેને બેલેન્સ કરવા માટે દૂધમાં ખાંડ મિક્સ કરીને તેમાં નાખી દો. તેમજ તમે લીંબુનો રસ પણ નાખી શકો છો.
શાકભાજીમાં વધારે મરચું પડી જાય

ઘણી વખત ઉતાવળમાં શાકભાજીમાં વધારે મરચું પડી જાય છે. આવી સ્થિતિમાં તીખું ઓછું કરવા માટે
ઘી, દહીં, અથવા ક્રીમનો ઉપયોગ કરવો.
હલવો બનાવતી વખતે ગળ્યો થઈ જાય ત્યારે

જો તમે હલવો બનાવો છો અને તેમાં ખાંડ વધારે પડી ગઈ હોય તો તેને બેલેન્સ કરવા માટે મખાનાને ક્રશ કરીને નાખવા.
શાકમાં વધારે પડતું મીઠું હોય ત્યારે
ગ્રેવીવાળા શાકમાં મીઠું ઓછું કરવા માટે લોટની ગોળીઓ બનાવીને નાખી દો. તે શાકમાંથી મીઠું ઓછું કરવામાં મદદ કરશે. તેમજ તમે બેસન પણ શેકીને નાખી શકો છો.




