30 સોસાયટીના રહેવાસીઓએ મનપા કચેરી જઈ પાર્કિંગ તથા વોશિંગ અન્ય સ્થળે ખસેડવા રજૂઆત કરી
રાજકોટના પોશ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પર આવેલી ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર હાલ ટીપર વાન પાર્કિગ તથા વોશિંગની દુકાનો ઠેકઠેકાણે ખુલ્લી જતા તેનો વિરોધ થઈ રહ્યો છે. ગંગોત્રી પાર્કના રહેવાસીઓએ આજે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી ટિપર વાન પાર્કિંગ તથા વોશિંગને અન્ય સ્થળે ખસેડવા રજૂઆત કરી છે. અંદાજે 30 જેટલી સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો છે. ટિપર વાન પાર્કિંગ તથા વોશિંગ એરીયા ત્યાં રહેશે તો રોગચાળો ફાટી નીકળશે. તેવી રજૂઆત કરી હતી.