ખાસ-ખબર સંવાદદાતા
અભિનેતા ટાઇગર શ્રોફ ફરી ગાયકી તરફ વળ્યો છે. તેણે એડવર્ડ માયા તથા ઝહરા એસ ખાન સાથે કોલબરેશન કરી એક મ્યુઝિક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો માટે સંગીત તનિષ્ક બાગચીએ આપ્યું છે.
તેમાં વેસ્ટર્ન અને ઈન્ડિયન ફ્યૂઝન હોવાની સંભાવના છે. ટાઈગર તેની ગાયકીની સ્કીલ્સનો અગાઉ પણ પરિચય આપી ચૂક્યો છે. તેનાં કેટલાંક આલ્બમ પ્રગટ થઈ ચૂક્યા છે.
- Advertisement -
હિરોપંતી ટૂ સહિતની ફિલ્મોમાં પણ તેણે ગીત ગાયાં છે. છેલ્લા કેટલાય સમયથી ટાઈગરની કારકિર્દી અટકી પડી છે. તેની ’બાગી થ્રી’ અને ’હિરોપંતી ટૂ’ જેવી ફિલ્મો ખાસ ચાલી નથી. હવે તેને ’ગણપત’ ફિલ્મ પર આશા છે.