ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
હવામાન વિભાગની આગાહીના પગલે રાજુલા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજુલા શહેરમાં બપોરથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જે બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. છતડીયા, હિંડોરણા, નવી-જુની માંડરડી, જાપોદર, સમુહખેતી સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને વરસાદના પાણી રોડ પર વહેતા થયા હતાં.
- Advertisement -
અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ બાબતે રાજુલાના ખેડૂત આગેવાન રમેશભાઈ વસોયાએ જણાવેલ કે, રાજુલા તાલુકામાં સારો વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા કૂવા, બોર વગેરેનું જળસ્તર ઉંચુ આવશે. આગામી શીયાળુ- ઉનાળુ પાકમાં ખેડૂતોને ફાયદો થશે.