જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા તથા જિલ્લા ઇન્ચા.પોલીસ વડા બી.યુ.જાડેજા દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે 24*7 મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે. જે અન્વયે જૂનાગઢ ડીવાયએસપી. મુખ્ય મથક એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતિક મશરૂ અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા 8 અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ લેપટોપ, આઇપેડ, મોબાઇલ ફોન નંગ – 5 તથા યોગામેટ સહિતના સામાનનું બેગ મળી કુલ કિંમત રૂ. 1,58,000નો મુદામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે. જયારે મૂળ વ્યક્તિના ગુમ થયેલ સામાન પરત મળી જતા પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.