તેઓ દેશના પ્રથમ થ્રી-સ્ટાર સૈન્ય અધિકારી (લેફ્ટનન્ટ જનરલ) છે, જેમને ફોર સ્ટાર એટલે કે જનરલ બનાવીને આટલા મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અનિલ ચૌહાણની સાથે તેમના પિતા સુરેન્દ્રસિંહ ચૌહાણ પણ પહોંચ્યા હતા.
દેશના નવનિયુક્ત સીડીએસ જનરલ અનિલ ચૌહાણે આજે કાર્યભાર સંભાળી લીધો છે. આ પહેલા તેઓ દિલ્હી સ્થિત વૉર મેમોરિયલ અને અમર જવાન જ્યોતિ પર પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
- Advertisement -
વૉર મેમોરિયલ પર શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
આપને જણાવી દઈએ કે, તેઓ દેશના પ્રથમ થ્રી-સ્ટાર સૈન્ય અધિકારી (લે. જનરલ) છે, જેમને ફોર સ્ટાર એટલે કે જનરલ બનાવીને આટલા મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ તેમના પિતા સુરેન્દ્રસિંહ ચૌહાણની સાથે વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણને બે દિવસ પહેલા જ નવા સીડીએસ બનાવવામાં આવ્યા છે. જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયાના લગભગ નવ મહિના બાદ તેમને નવા સીડીએસ નિયુક્ત કરવામાં આવ્યા.
Delhi | CDS General Anil Chauhan with his father Surendra Singh Chauhan at the National War Memorial today pic.twitter.com/05IdW1WMJo
— ANI (@ANI) September 30, 2022
- Advertisement -
સાથે મળીને પડકારોનો કરીશું સામનો: જનરલ ચૌહાણ
ચાર્જ સંભાળ્યા પછી CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું, “હું ભારતીય સશસ્ત્ર દળોમાં સર્વોચ્ચ પદની જવાબદારી સંભાળીને ગર્વ અનુભવું છું. હું ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે હું ત્રણેય સેનાઓની અપેક્ષાઓને પૂરી કરવાનો પ્રયાસ કરીશ. અમે તમામ પડકારો અને મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરીશું.”
લશ્કરી બાબતોના વિભાગમાં સચિવ તરીકે પણ કરશે કામ
નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે અનિલ ચૌહાણ ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ પર ધ્યાન કેન્દ્રિત કરશે. 61 વર્ષીય અનિલ ચૌહાણ લશ્કરી બાબતોના વિભાગમાં સચિવ તરીકે પણ કાર્ય કરશે. કેન્દ્ર સરકારે બુધવારે તેમને નવા CDS તરીકે નોમિનેટ કર્યા હતા. તેઓ 11મી ગુરખા રાઈફલ્સમાંથી છે. પૂર્વ સીડીએસ જનરલ બિપિન રાવત પણ આ રેજિમેન્ટના હતા.
Delhi | Lt General Anil Chauhan (Retired), appointed as India's next Chief of Defence Staff, pays tribute at the National War Memorial pic.twitter.com/iJMJOsFqzs
— ANI (@ANI) September 30, 2022
બાલાકોટ એર સ્ટ્રાઈક સમયે હતા DGMO
લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ 2019માં બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) હતા. તે સમયે ભારતીય સેનાએ પુલવામા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેન્દ્રોને તહેશનહેશ કરી દીધા હતા.
લશ્કરી સલાહકાર તરીકે આપી રહ્યા હતા સેવા
નોંધનીય છે કે, ગયા વર્ષે આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર પદ પરથી સેવાનિવૃત્તિ બાદ તેઓ NSA અજીત ડોભાલના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા હતા.
Delhi | I'm proud to be assuming the responsibility of the highest rank in the Indian Armed Forces. I will try to fulfill the expectations from the three defence forces as the Chief of Defence Staff. We will tackle all challenges & difficulties together: CDS General Anil Chauhan pic.twitter.com/QDkPijylxy
— ANI (@ANI) September 30, 2022
કોણ છે દેશના નવા સીડીએસ
રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર અનિલ ચૌહાણ ભારત સરકારના લશ્કરી બાબતોના સચિવ તરીકે પણ કામ કરશે. 18 મે, 1961ના રોજ જન્મેલા લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણ 1981માં ભારતીય સેનાની 11 ગોરખા રાઇફલ્સમાં સામેલ થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા અને ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દહેરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મેજર જનરલ રેન્ક ધરાવતા આ અધિકારીએ નોર્ધન કમાન્ડના મહત્ત્વના બારામુલ્લા સેક્ટરમાં ઇન્ફન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી હતી. બાદમાં લેફ્ટનન્ટ જનરલ તરીકે તેમણે નોર્થ ઇસ્ટમાં એક કોર્પ્સની કમાન સંભાળી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2019થી ઈસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ બન્યા અને મે 2021માં રિટાયર થયા.