-મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000એરક્રાફ્ટ ક્રેશ, રાજસ્થાનના ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ
આજે દેશમાં એકસાથે ત્રણ વિમાન દુર્ઘટના થયાના સમાચાર સામે હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000 એમ બે એરક્રાફ્ટ ક્રેશ થયા હતા. આ સાથે રાજસ્થાનના ભરતપુરમાં એક ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું છે.
- Advertisement -
મધ્યપ્રદેશમાં બે એરક્રાફ્ટ ક્રેશ
મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થયા હતા.
A Sukhoi-30 and Mirage 2000 aircraft have crashed near Morena, Madhya Pradesh. Details awaited. Search and rescue operations launched: Defence Sources pic.twitter.com/p1WhVtjZEZ
— ANI (@ANI) January 28, 2023
- Advertisement -
રાજસ્થાનના ભરતપુરમાં એક હેલિકોપ્ટર ક્રેશ
રાજસ્થાનના ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ અકસ્માતનો શિકાર બન્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન યુપીના આગ્રાથી ટેકઓફ થયું હતું અને આ અકસ્માત ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં થયો હતો.
#WATCH | Rajasthan, Bharatpur | Wreckage of jet seen. Earlier report as confirmed by Bharatpur District Collector Alok Ranjan said charter jet, however, defence sources confirm IAF jets have crashed in the vicinity. Therefore, more details awaited. pic.twitter.com/005oPmUp6Z
— ANI (@ANI) January 28, 2023
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં યુપીના આગ્રાથી ઉડતું ચાર્ટર્ડ એરક્રાફ્ટ થયું છે. જેને લઈ હાલ અરાજકતાનો માહોલ છે. આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોટી વાત છે કે, રહેણાંક વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું નથી. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે, ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જોકે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
Rajasthan | A chartered aircraft crashed in Bharatpur. Police and administration have been sent to the spot. More details are awaited: District Collector Alok Ranjan pic.twitter.com/wfbofbKA3I
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 28, 2023
ભારતીય વાયુસેનાનું આ વિમાન કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ વાયુસેનાના અધિકારીઓ અને ગ્રામજનો ત્યાં પહોંચી ગયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.