વિછિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી 5.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સામાજિક કાર્યકરની બાતમી આધારે થોરિયાળી ચેક પોસ્ટ ઉપર મળી સફળતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટના સામાજિક કાર્યકરની સતર્કતાથી ટ્રકમાં 147 ભૂંડ બાંધી અજમેર લઈ જતાં ત્રણ શકશોને થોરિયાળી ચેકપોસ્ટ ઉપરથી દબોચી લઈ ટ્રક સહિત 5.73 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
શહેરના આજીડેમ પાસે રામ પાર્ક સોસાયટીમાં રહેતાં કૃપા ફાઉન્ડેશન પ્રમુખ સમાજ સેવક જયેન્દ્રભાઈ અનિલભાઈ ચંદવાણીયા ઉ.30એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સામાજીક સેવાનુ કામ અને ગૌરક્ષક તરીકે સેવાકિય પ્રવૃત્તિ કરે છે. ગઇ તા.06/04 ના રાત્રીના માહિતી મળેલ કે જેતપુર બાજુથી વિંછીયા તરફ એક ટ્રકમા ગેરકાયદેસર ભુંડ ભરી જતા હોવાની બાતમી મળતાં તેઓ અન્ય સમાજ સેવક સાથે કારમાં વિંછીયા તરફ ગયા હતાં અને રાત્રીના બે વાગ્યાની આસપાસ વિંછીયાના થોરીયાળી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી ત્યારે ટ્રક નં. જીજે-03-બીડબ્લ્યુ-8832 ત્યાંથી પસાર થતાં તેને અટકાવી ચેક કરતાં ક્રૂરતાથી ભુંડ બાંધેલા જોવા મળતા ટ્રકના ડ્રાઈવરનું નામ પુછતા રાજસ્થાનનો છોટુલાલ સુવાલાલ ભાંડ અને બાજુમાં બેઠેલા બે શખસ મેરઠના વીકુમાર મુન્નાલાલ અને રાયપુરના ગુલાબરામ રાજુરામ ભાંડ હોવાનું જણાવતાં તેઓને ભુંડ કયાં લઈ જાવ છો તેમ પુછતા તેઓ રાજસ્થાનના અજમેર લઈ જતા હોવાનું જણાવતા 73,500 રૂપિયાના 147 ભૂંડ અને ટ્રક મળી કુલ રૂ.5.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પશુઓના ઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.