ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
લીમડી તાલુકાના રળોલ ગામે ગઈ કાલે મોડી સાંજે એક ગોઝારી ઘટના સામે આવી છે જેમાં રળોલ ગામે રહેતા પરિવારના મુખ્ય સભ્ય ડીઝલ પેટ્રોલનો છૂટક વેપાર કરતા હોવાથી બોલેરો કારમાં ડીઝલ અને પિત્તળનો જથ્થો લઈ પોતાના ઘરે મૂકવા માટે આવ્યા હતા અને બોલેરો કારમાંથી આ જથ્થો નીચે ઉતરતા સમયે ઉપરથી જતો વીજ વાયર કોઈ કારણોસર આ જ્વલનશીલ પ્રવાહી પર પડતા આગ લાગી હતી જે સમયે ઘરમાં ઉતરેલો ડીઝલનો જથ્થો પર સળગી ઉઠ્યો હતો જોતજોતામાં આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી હતી કે આખા ઘરમાં આગ પ્રસરી ગઈ હતી આ જ્યારે આજુબાજુના રહેણાક મકાનોમાં રહેતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરતા ઘટના સ્થળે ટીમ પહોંચી આગ પર કલાકો બાદ કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણ જિંદગી આગમાં હોમાઈ ચૂકી હતી. આ ઘટનાને લઈને સ્થાનિક અધિકારીઓ પણ રળોલ ગામે પહોંચી ગયા હતા જોકે આગની ઘટનામાં હાલ મૃત્યુ આંક વધવાની પણ શક્યતા સેવાઈ રહી છે પરંતુ આ પ્રકારની ઘટના નાના એવા ગામમાં ઘટતા આખાય ગામમાં શોકનો મહેલ છવાયો છે.
મૃતકના નામ
- Advertisement -
ફાતુબેન હસનભાઈ ટીબલીયા
રમજાનભાઈ સદીકભાઈ ટીબલીયા
મોઈનભાઈ હનીફભાઇ ઢોળીતર